ક્વાલકોમે ભારતમાં તેના ત્રણ નવા ચિપસેટ લોન્ચ કર્યા. આ ચિપસેટ સ્નૈપડ્રેગન 720G, સ્નૈપડ્રેગન 662, સ્નૈપડ્રેગન 460 છે. ચિપસેટ બનાવનારી કંપની ક્વાલકોમે દાવો કર્યો છે કે, આ ચિપસેટથી ભારતમાં 4G કનેક્ટિવિટી પહેલા કરતા વધુ સારી બનશે. સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી યોગ્ય કરી શકાશે. આ ચિપસેટથી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર ગેમિંગ અને કેમેરાનું પરફોર્મન્સ વધુ સારુ બનશે. જોકે આ ચિપસેટ 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરી શકશે નહીં. નાવિકને કરશે સપોર્ટ ક્વાલકોમના ચિપસેટ ઈસરોના ‘નાવિક’ (નેવિગેશન વિધ ઈન્ડિયન કોન્સટેલેશન)ને સપોર્ટ કરશે.

‘નાવિક’ અમેરિકી ‘GPS’ની જેમ ઈસરો દ્વારા વિકસિત ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ છે. આ ત્રણેય ચિપસેટ ધરાવતા હેન્ડસેટ ‘નાવિક’ની મદદથી નેવિગેશનને સપોર્ટ કરશે. નાવિક નેવિગેશન સિસ્ટમથી 5 મીટર દૂરની વસ્તુઓની સાચી માહિતી મેળવી શકાશે. આવુ પ્રથમવાર બન્યું છે કે, કોઈ કંપનીએ ‘નાવિક’ને સપોર્ટ કરતા ચિપસેટ બનાવ્યા છે. આ ચિપસેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ની દેખરેખ હેઠળ વિકસીત કરવામાં આવ્યા છે.
વધશે 4G સ્પીડ

ક્વાલકોમ ઈન્ડિયાના અધ્યક્ષ રાજન વગાડિયા અને ક્વાલકોમ ટેકનોલોજીના ઉપાધ્યક્ષ કેદાર કોન્ડપે ત્રણેય ઉત્પાદન લોન્ચ કર્યા. તેમણે જણાવ્યું કે, નવા ચિપસેટ પ્લોટફોર્મ પર 4G કનેક્શનની સ્પીડ વધશે. આમાં વાઈફાઈ-6 ફીચર અને બ્લૂટૂથ 5.1 પણ ઉપલબ્ધ છે.

વર્ષ 2022 સુધીમાં ભારતમાં 5G કનેક્ટિવિટી ભારતમાં ‘સ્નેપડ્રેગન 720G ચિપસેટ’ 30 હજારથી વધુ કિંમતના પ્રીમિયમ સ્માર્ટફોનમાં રજુ કરવામાં આવી શકે છે. બીજી તરફ ઓછી કિંમતના સેગમેન્ટ ધરાવતા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 અને સ્નેપડ્રેગન 460નો ઉપયોગ થઈ શકે છે. કેન્દ્રિય ઇલેક્ટ્રોનિકસ અને માહીતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ આ વર્ષના અંત સુધીમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરી શકે છે. એવામાં ભારતમાં 5G કનેક્ટિવિટી વર્ષ 2022 સુધીમાં આવી શકે છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ