આસામના જોરહાટથી અરૂણાચલના મેચુકા જઈ રહેલા એરફોર્સના ગુમ થયેલા વિમાનની હજી સુધી ભાળ મળી નથી. ગુમ થયેલા વિમાનને શોધવા નેવીના વિમાન અને ઈસરોના સેટેલાઈટની મદદ લેવા છે. એરફોર્સનું એએન-32 વિમાન 13 મુસાફરો સાથે ગાયબ થઈ ગયું હતું. એરફોર્સે આ વિમાનને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આઠ ક્રુ મેમ્બર્સ અને પાંચ મુસાફરો આ વિમાનમાં સવાર હતા અને વિમાન ચીનને સ્પર્શતી સરહદ પાસેના લશ્કરી બેઝ સુધી પહોંચવાનું હતું.

સામાન્ય રીતે વિમાનને જોરહાટથી મેચુકા પહોંચવામાં 50 મિનિટ લાગતા હોય છે.વાયુસેનાએ વિમાન તૂટી પડયું હોય એવી જ્યાં જ્યાં શક્યતા હતી. એ તમામ સ્થળોએ હેલિકોપ્ટર્સની મદદથી સર્ચ ઓપરેશન શરૂ થયું હતું, પણ વિમાનની કોઈ નિશાની જોવા મળી ન હતી ગ્રાઉન્ડમાં અને હવાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાઈસ એર ચીફ માર્શલ રાકેશ સિંહ ભદૌરિયા સાથે વાતચીત કરી હતી. તેમણે તમામ મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરી હતી અને સર્ચ ઓપરેશનનો અહેવાલ પણ મેળવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આ બાબતે જાણકારી આપી હતી.
READ ALSO
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ
- જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે
- દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત