GSTV
Home » News » VIDEO : ઇસરોના ચંદ્રયાન-2 ના રોકેટની આબેહુબ રંગોળી સુરતમાં કરવામાં આવી તૈયાર

VIDEO : ઇસરોના ચંદ્રયાન-2 ના રોકેટની આબેહુબ રંગોળી સુરતમાં કરવામાં આવી તૈયાર

ઇસરોના ચંદ્રયાન-2 ના બાહુબલી રોકેટની આબેહુબ રંગોળી સુરતમાં તૈયાર કરવામાં આવી છે. ભારત માટે અતિ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2 ને ચંદ્ર ઉપર ઉતારવાની તૈયારી ISROએ કરી લીધી છે. સુરત ખાતે  ઈસરોને શુભેચ્છા પાઠવતી એક ખાસ રંગોલી બનાવવામાં આવી છે. જેને જોઇ લોકોને પહેલી નજરમાં ચંદ્રયાન 2 ની ઝલક હતી.

સુરતની રંગોલી આર્ટિસ્ટ અજંલી સાલુંકે અને તેમની ટીમે એક વિશાલ રંગોળી તૈયાર કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોને ખાસ શુભેચ્છા પાઠવવા માટે સુરતના રંગોળી આર્ટિસ્ટો દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. સુરતના બોડી આર્ટિસ્ટો દ્વારા ચંદ્રયાન-2ની જેમ જ દેખાતી રંગોળી બનાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 24 કલાકની મહેનત બાદ 24 જેટલા રંગોની મદદથી 15 બાય 12 ફુટની રંગોળી તૈયાર કરવામાં આવી છે.

આ રંગોળીને જોઈ લોકોએ સેલ્ફી પણ લીધી હતી. કેટલાક લોકોએ રંગોળીની તસ્વીરો મોબાઈલમાં કેદ કરી હતી. રંગોળી જોવા માટે આવેલા લોકોએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પણ પાઠવી હતી. ૨૨મી જુલાઇએ ISRO ચંદ્રયાન-2 મિશનમાં ચંદ્ર ઉપર લુનર ઉતારશે. જેને લઇ દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતીલાલાઓ મોટી સંખ્યામાં મુલાકાત લઇને ચંદ્રયાન-2નું રંગોળી જોઇને ખુશ થઇ ગયા હતા.

READ ALSO

Related posts

વિરાટ કોહલીએ કેએલ રાહુલની સરખામણી કરી આ પૂર્વ બેટ્સમેન સાથે, કર્યાં બહુ વખાણ

NIsha Patel

બર્બરતાની ચરમસીમા : અહીં વાંદરાઓ પર ટેસ્ટ થાય છે તમામ દવાઓ, તસવીરો જોઈ હૈયુ કંપી ઉઠશે

Mansi Patel

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા કેજરીવાલે આપ્યું આ ગેરંટી કાર્ડ, 10 વચનોનું કરશે પાલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!