GSTV

ISRO દેશના સૌથી શક્તિશાળી ઉપગ્રહને કરશે લોન્ચ, જાણો આ પ્રકારની છે ખાસીયતો

Last Updated on January 13, 2020 by Ankita Trada

ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર ISRO 17 જાન્યુઆરીના દિવસે દેશના સૌથી શક્તિશાળી ઉપગ્રહને લોન્ચ કરવા જઈ રહી છે. આ ઉપગ્રહને લોન્ચ કર્યા બાદ દેશની કોમ્યુનિકેશન વ્યવસ્થા ખૂબ જ મજબૂત થઈ જશે. આ ઉપગ્રહની મદદથી નવી ઈન્ટરનેટ ટેકનોલોજી લાવવાની આશાઓ વર્તાઈ રહી છે. સાથે જ દેશભરમાં જ્યાં મોબાઈલ સેવા ઉપલબ્ધ નથી ત્યાં, મોબાઈલ નેટવર્ક પણ ફેલાઈ જશે.

આ વાતની જાણકારી ISROએ ટ્વીટ કરી આપી

GSAT-30 સેટેલાઈટને લોન્ચ કરવાની જાણકારી ISRO પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આપી છે. જેમા લખ્યું છે કે, ISRO GSAT-30 સેટેલાઈટને 17 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવા જઈ રહી છે.

ક્યાંથી છોડવામાં આવશે GSAT-30?

ઈસરોના GSAT-30 યૂરોપીયન હેવી રોકેટ એરિયન-5ECA દ્વારા 17 જાન્યુઆરીના રોજ બપોરે 2.35 વાગ્યે છોડવામાં આશે. GSAT-30નું વજન લગભગ 3100 કિલોગ્રામ છે. આ ઈનસેટ સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. આ ઉપગ્રહને ફ્રેન્ચ ગુએનાના કોરોઉ લોન્ચ બેઝ પરથી લોન્ચ કરવામાં આવશે.

GSAT-30 શું છે?

GSAT-30 જીસૈટ સીરિઝનું એક ખૂબ જ શક્તિશાળી કોમ્યુનિકેશન ઉપગ્રહ છે. જેની મદદથી દેશની કોમ્યુનિકેશનની પદ્ધતિમાં વધારો થશે. હજુ જીસેટ સીરિઝના 14 સેટેલાઈટ કામ કરી રહ્યા છે. જેના થકી દેશની સંચાર વ્યવસ્થા કામ કરી રહી છે.

GSAT-30 શું કામ આવે છે?

GSAT-30 ની મદદથી દેશની સંચાર સિસ્ટમ, ટેલીવિઝન પ્રસારણ, સેટેલાઈટ થકી સમાચાર પ્રબંધન, સમાજ માટે કામ આવતી જિયોસ્પેશિયલ સુવિધાઓ, મોસમ સંબંધિત જાણકારી અને ભવિષ્યવાણી, વિપત્તિઓની પૂર્વ સૂચના, સંશોધન, રેસ્ક્યુ ઓપરેશનમાં વધારો થશે.

ક્યાં સુધી કામ કરશે GSAT-30?

ઉપગ્રહ લોન્ચ થયા બાદ 15 વર્ષ સુધી પૃથ્વીની ઉપર ભારત માટે કામ કરતું રહેશે. આ જિયો-ઈલિપ્ટિકલ ઓરબિટમાં સ્થપિત કરવામાં આવશે. જેમાં બે સોલાર પેનલ અને બેટરી હશે જે ઉર્જા પ્રદાન કરશે.

શા માટે પડી જરૂરીયાત ?

દેશના જૂના સંચાર ઉપગ્રહ ઈનસેટ સેટેલાઈટની ઉંમર હવે પૂરી થઈ રહી છે. ત્યારે હવે દેશમાં નવી આવી રહેલી ઈન્ટરનેટ ટેકનોલોજીને પહોંચી વળવા કામ આવશે. જેથી ઓપ્ટિકલ ફાઈબર પાથરવામાં આવી રહ્યા છે. 5G ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું હોવાથી તેને પહોંચી વળવા માટે વધારે શક્તિશાળી સેટેલાઈટની જરૂર પડશે. આ જરૂરીયાતને GSAT-30 સેટેલાઈટ પૂર્ણ કરશે.

READ ALSO

Related posts

Appleની અફલાતૂન ઑફર! iPhone 13 પર મળી રહ્યું છે 46000નું તગડુ ડિસ્કાઉન્ટ, ઝડપી લો શાનદાર મોકો

Bansari

નિષ્ણાતોની સલાહ: જીન્સને મહિનામાં એક વખત અને બ્રાને અઠવાડીયામાં એક વખત ધોવો, વોશિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!