ભારતીયે સેના માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે તેવા કૉર્ટોસેટ -3 ઉપગ્રહને આજે ઈસરો લોન્ચ કરવા જઈ રહ્યુ છે. શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પીએસએલવી સી-47 દ્વારા આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. કૉર્ટોસેટ-3 ઉપગ્રહ સાથે જ 13 અમેરિકાના ઉપગ્રહ પણ ઈસરો લોન્ચ કરવા જઈ રહ્યુ છે. કાર્ટોસેટ-3એ કાર્ટોસેટ શ્રેણીનો નવમો ઉપગ્રહ છે.

જેમાં લગાવવામાં આવેલો કેમેરો અંતરિક્ષથી જમીન પર એક ફૂટથી ઓછી ઉંચાઈ સુધીની તસવીરો લેવા માટે સક્ષમ છે. આ કેમેરા દ્વારા ખૂબજ જીણવટ ભરી ચીજવસ્તુઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આટલી સક્ષમતા વાળો સેટેલાઈટ કેમેરો કોઈ પણ દેશે લોન્ચ કર્યો નથી.

અમેરિકાની ખાનગી સ્પેસ કંપની ડીજીટલ ગ્લોબના જીઓ આઈ-1 સેટેલાઈટ 16.14 ઈંચની ઉંચાઈ સુધીની તસવીરો લે છે. કોર્ટેસેટ-3નું વજન 1,625 કિલોગ્રામ છે. જે શહેરી પ્રબંધન, ગ્રામીણ સંસાધન અન માળખાગત ઢાંચાના વિકાસ સહિતના કામમાં ઉપયોગી થશે. કાર્ટોસેટ-3 પાંચ વર્ષ સુધી કામ કરી શકશે.
READ ALSO
- અમદાવાદ પોલીસ હેડક્વાટરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ધુમધામથી કરાઈ ઉજવણી, સૌરભ પટેલે પરેડનું કર્યુ નિરિક્ષણ
- અમદાવાદ/ શુભમ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માંગ, ગુજરાત કોંગ્રેસે સરકારને કરી આ રજુઆત
- Photos: કડક સુરક્ષા બંદોબસ્તનાં ઉડાવી દીધા લીરેલીરા, ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા ખેડૂતો
- ઝટકો/ મની લોન્ડ્રિંગ વિરોધી કાયદાના ઉલ્લંઘન બદલ આ સરકારી બેંક પર લાગ્યો કરોડોનો દંડ