GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

આ છે સેનાનો સૌથી મહત્વનો સાથી, જેની 87 ટકા પાકિસ્તાન પર રહે છે 24 કલાક નજર

સરહદે સર્જાયેલા તણાવ વચ્ચે પાકિસ્તાનની એક-એક ગતિવિધી પર ભારતની બાજનજર છે. ભારત બીજાના નાકે શ્વાસ લેવાને બદલે પોતાની અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પાકિસ્તાનની રજેરજની વિગત જાણે છે. કોણ છે સેનાનો આ મહત્વનો સાથીદાર આવો જોઈએ.

અંતરિક્ષમાં ભારતનો ડંકો વગાડનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો સામરિક દ્રષ્ટિએ બહુ મહત્વનું છે. કેમકે ઈસરોના સેટેલાઈટ્સ પાકિસ્તાનના 87 ટકા હિસ્સા પર નજર રાખે છે અને એચડી ક્વોલિટીની મેપિંગ કરે છે. જે બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા ઓપરેશન માટે સુરક્ષાદળોને મહત્વના ઈનપુર પૂરા પાડે છે. ભારતીય સેટેલાઈટસ પાકિસ્તાનના કુલ 8.8 લાખ સ્કવેર કિલોમીટરના વિસ્તારમાંથી 7.7 લાથ સ્કવેર કિલોમીટર વિસ્તાર પર નજર રાખવામાં સક્ષમ છે. જે ભારતીય કમાન્ડર્સને 0.65 મીટર સુધીની એચડી તસવીરો પુરી પાડે છે.

આપણા સેટેલાઈટ્સ 14 દેશોના કુલ 55 લાખ સ્કવેર કિલોમીટરના વિસ્તારને મેપ કરી શકે છે. એટલે ભારતની આ ક્ષમતા અન્ય દેશોને પણ મદદરૂપ થઈ શકે છે. જો કે હાલ ચીન અંગે કોઈ માહિતી નથી. 17 જાન્યુઆરીએ અંતરિક્ષ રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતુ કે ભારત પાકિસ્તાની ઘરોમાં ડોકીયું કરી ત્યાંની હિલચાલ જાણી શકે છે. ઈન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી ભારત, પાકિસ્તાનના ઘર અને વરંડા નજર રાખી શકે છે.

ઈસરોના કાર્ટોસેટ સિરીઝના સેટેલાઈટ્સ, જીએસટ-7 અને જીસેટ-સાત એ, આઈઆરએનએસેસ, રિસેટ અને હાઈસિસ સુરક્ષાદળોની મદદમાં તૈનાત છે. એક અંદાજ પ્રમાણે દસથી વધુ ઓપરેશનલ સેટેલાઈટસનો સેના ઉપયોગ કરી રહી છે. એટલે ઈસરોની મદદ અને કામગીરીથી એરફોર્સ પહેલા જ ખુશ છે. કેમકે સપ્ટેમ્બર 2016માં એલઓસી પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં કાર્ટોસેટની મદદ લેવામાં આવી હતી.

Read Also

Related posts

મલેશિયા પાસેના ટાપુઓ કબજે કરવા ચીને કરી અવળચંડાઈ, કૃત્રિમ ટાપુ બનાવી ફાયટર જેટ્સ ખડકી દીધા

Dilip Patel

જેસિકા લાલ હત્યાકાંડનાં દોષી મનુ શર્માને તિહાડ જેલમાંથી આ કારણે સમય પહેલા જ મુક્ત કરાયો

Mansi Patel

અમદાવાદના ગીતા મંદિર ખાતે ઉંઘી રહેલી 11 વર્ષીય બાળકી સાથે પાડોશીએ કર્યા શારિરીક અડપલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!