GSTV

45 હજાર મળશે સેલરી, અહીં પડી છે બમ્પર વેકેન્સી 6 માર્ચ પહેલાં કરી દો અરજી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ UR રાવ સેટેલાઇટ સેન્ટર અથવા ઇસરો સેટેલાઇટ સેન્ટર, બેંગ્લોર ખાતે વિવિધ પોસ્ટ્સ પર નિમણૂક માટે અરજીઓ મંગાવી છે. કુલ 182 ખાલી જગ્યા પર નિમણૂક કરવામાં આવશે. જે લોકો આ નોકરી માટે અરજી કરવા માંગે છે, તેઓ 6 માર્ચ સુધીમાં સત્તાવાર વેબસાઇટ ursc.gov.in પર અરજી કરી શકે છે.

કુલ પદની સંખ્યા અને વિગતો

કુલ પદોની સંખ્યા : 182

  • પોસ્ટ : ટેકનિશિયન-બી – 102
  • પોસ્ટ : ડ્રોટ્સમેન – 3
  • પોસ્ટ : ટેકનિકલ આસિસ્ટન્ટ – 41
  • પોસ્ટ : લાઈબ્રેરી આસિસ્ટન્ટ – 4
  • પોસ્ટ : સાયન્ટિફિક આસિટન્ટ – 7
  • પોસ્ટ : હિંદી ટાઈપિસ્ટ – 2
  • પોસ્ટ : કેટરિંગ એટેન્ડન્ટ – 5
  • પોસ્ટ : કુક – 5
  • પોસ્ટ : લાઈટ વ્હીકલ ડ્રાઈવર – 4
  • પોસ્ટ : હેવી વ્હીકલ ડ્રાઈવર – 5

શૈક્ષણિક લાયકાત

જે લોકો ટેક્નિશિયન-બી, કૂક, ફાયરમેન, ડ્રાઈવર અને ડ્રોટ્સમેન પદ માટે અરજી કરવા માંગતા હોય, તેમના માટે ધો.12 પાસ સાથે ITI પ્રમાણપત્ર આવશ્યક છે. ટેકનિકલ આસિસ્ટન્ટ માટે યોગ્ય ડિપ્લોમા હોવું જરૂરી છે. લાઇબ્રેરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજી કરનારાઓ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવા જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

જે લોકો નોકરી માટે યોગ્ય હશે તે લોકોએ લેખીત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અને ફિજિકલ ટેસ્ટ પાસ કરવાની રહેશે.

ઊંમર

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી આવશ્યક છે. આસિસ્ટન્ટ લેવલની પોસ્ટ, ટેક્નિશિયન, ડ્રોટ્સમેન, કૂક અને ડ્રાઇવરની જગ્યાઓ માટે ઉપલી વયમર્યાદા 35 વર્ષ છે. હિન્દી ટાઇપિસ્ટ અને કેટરિંગ એટેન્ડન્ટ માટે મહત્તમ વય 26 વર્ષ હોવી જોઈએ.

આટલી હશે સેલેરી

આસિસ્ટન્ટ લેવલ પર રૂ.44,900 પગાર, હિન્દી ટાઇપિસ્ટની પોસ્ટ્સ પર રૂ.25,000 પગાર, ટેક્નિશિયન અને ડ્રોટ્સમેનના પદ પર રૂ.21,700, કૂક અને ડ્રાઇવર પદ પર રૂ.19,900 પગાર, કેટરિંગ એટેન્ડન્ટનાં પદ પર રૂ.18,000 મહિને પગાર મળશે. તમામ લોકોને વધારાના લાભ પણ મળશે.

કેવી રીતે કરશો અરજી

તમે આ લિંક પર જઈ વધુ જાણકારી મેળવી શકો છો. https://apps.isac.gov.in/TA-2020/advt.jsp

Read Also

Related posts

પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિદ્ધપુરની સોસાયટીને પણ સેનિટાઈઝ કરાઈ

Ankita Trada

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!