GSTV
Home » News » આજે ઈસરોએ ભરી વધુ એક હરણફાળ, 8 દેશોના 31 સેટેલાઈટનું લોન્ચિંગ

આજે ઈસરોએ ભરી વધુ એક હરણફાળ, 8 દેશોના 31 સેટેલાઈટનું લોન્ચિંગ

ઈસરોએ શ્રીહરિકોટા ખાતેના પોતાના પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ સી-43 દ્વારા પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ભારતીય હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. એચવાઈએસઆઈએસ સિવાય ઈસરો દ્વારા તેની સાથે આઠ દેશોના અન્ય ત્રીસ સેટેલાઈટનું પણ પીએસએલવી સી-43 દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ ભૂ-અવલોકન સાથે સંબંધિત ઉપગ્રહ છે. તેને ઈસરોએ વિકસિત કર્યો છે. આ ઉપગ્રહ પીએસએલવી-સી-43ના અભિયાનનો પ્રાથમિક ઉપગ્રહ છે.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી પ્રક્ષેપિત કરાયેલા તમામ ત્રીસ વિદેશી ઉપગ્રહોને 504 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જેમાના 23 સેટેલાઈટ અમેરિકાના છે. જ્યારે બાકીને સાત સેટેલાઈટ ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના છે. ઈસરો દ્વારા એક સાથે 31 ઉપગ્રહ છોડવા માટેના મિશનની ઉલ્ટી ગણતરી બુધવારે સવારે પાંચ વાગ્યે અને 58 મિનિટે શરૂ થઈ હતી.

ઈસરોએ જણાવ્યું હતું કે પીએસએલવી 380 કિલોગ્રામ વજનવાળા હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ અને અન્ય ત્રીસ ઉપગ્રહોને ગુરુવારે સવારે નવ વાગ્યે અને 58 મિનિટે અંતરીક્ષમાં પ્રક્ષેપિત કર્યા છે. અન્ય ત્રીસ વિદેશી ઉપગ્રહોનું કુલ વજન 262.50 કિલોગ્રામ છે. આ પ્રક્ષેપણ યાનની લોન્ચિંગની 112 મિનિટમાં સંપૂર્ણ અભિયાન સમાપ્ત થઈ જશે.

રોકેટની ચોથા તબક્કાની ઉડાણ લોન્ચિંગની 16મી મિનિટથી જ શરૂ થઈ ચુકી છે. 17 મિનિટથી વધુના ઉડ્ડયન બાદ પીએસએલવી રોકેટ હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેશે અને આ ઉપગ્રહ પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે. ત્યાર બાદ રોકેટ 642 કિલોમીટરની ઊંચાઈથી નીચે 503 કિલોમીટરની કક્ષા પર આવશે અને ઉડાણ ભર્યાના લગભગ 112.79 મિનિટની અંદર આખરી ઉપગ્રહને તેની કક્ષામાં પહોંચાડી દેશે. ઈસરોએ આ પહેલા જાન્યુઆરીમાં બે કલાક સુધી ઉપગ્રહ પ્રક્ષેપણ અભિયાન ચલાવ્યું હતું.

Related posts

આંધ્રપ્રદેશમાં પત્રકારનું ગળુ દબાવીને કરી હત્યા, પહેલા પણ થયો હતો હુમલો

Kaushik Bavishi

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!