GSTV
Gujarat Government Advertisement

ઈસરો 11 ડિસેમ્બરે લોન્ચ કરવા જઈ રહ્યું છે જાસૂસી ઉપગ્રહ

Last Updated on December 10, 2019 by

ઈસરોએ 11 ડિસેમ્બરે મોટી સંખ્યામાં સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈસરો અન્ય દેશોના 9 કોમર્શિયલ ઉપગ્રહો સાથે પોતાના રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું લોન્ચિંગ કરવાની પણ તૈયારીમાં છે, તેમાં અમેરિકાના 6 ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

ઈસરોના જણાવ્યાં અનુસાર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C48 દ્વારા જાસૂસી ઉપગ્રહ રીસેટ-2BR1 અને 8 કોમર્શિયલ ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવશે. ઈસરોના આ મિશનની લોન્ચિંગને સામાન્ય લોકો પણ જોઈ શકશે. ઈસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી અંતરિક્ષ મિશન એક રડાર ઇમેજિંગ ઉપગ્રહ રીસેટ-2 BR1 છે.

રોકેટને 11 ડિસેમ્બરે બપોર બાદ 3:25 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યાં અનુસાર સિન્થેન્ટિક એપર્ચર રડારની સાથે વધુ એક રડાર ઇમેજિંગ ઉપગ્રહ 2BR2 ટૂંક સમયમાં જ 11 ડિસેમ્બરનાં મિશન બાદ લૉન્ચ થશે. આ રીતના તેજ તર્રાર ઉપગ્રહોનું એક જૂથ પૃથ્વીની સતત દેખરેખ માટે જરૂરી છે. આ અગાઉ ઇસરોએ ચંદ્રયાન-2 લૉન્ચ કર્યું હતું. ઈસરોના આ પ્રયાસ બદલ નાસા સહીત વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!