GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ISROના અધિકારીનો ઘટસ્ફોટ- લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની આશા ન બરાબર

ભારતનું ચંદ્રયાન ચંદ્રની સપાટી પર પહોંચતા પહોંચતા રહી ગયું. કરોડો ભારતીયોની આશા ચંદ્રયાન સાથે જોડાયેલી હતી. પણ હવે ચંદ્રયાન-2 સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ ઘટસ્ફોટ કર્યો છે. અધિકારીએ કહ્યું છે કે, ઈસરોએ વિક્રમ લેન્ડર અને તેમાં રહેલ પ્રજ્ઞાન રોવરને લગભગ ગુમાવી દીધું છે. આ પહેલા જ્યારે સોફ્ટ લેન્ડિંગ માટે તે જઈ રહ્યું હતું ત્યારે જ તેણે પૃથ્વી સાથેનો પોતાનો સંપર્ક તોડી નાખ્યો હતો.

ઈસરોના અધ્યક્ષ સિવને આ પહેલા કહ્યું હતું કે, વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઊંચાઈ સુધી સામાન્ય રીતે નીચે ઉતરી રહ્યું હતું. એ પછી લેન્ડરનો ધરતી સાથે સંપર્ક તૂટી ગયો હતો. હાલ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

ઈસરોના અધિકારીએ શું કહ્યું ?

ચંદ્રયાન-2 મિશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, લેન્ડર સાથે કોઈ સંપર્ક નથી. એ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોઈ આશા નથી. લેન્ડર સાથે બીજી વખત સંપર્ક સ્થાપિત કરવું ખૂબ જ મુશ્કેલ છે. ચંદ્રયાન-2 મિશનની સાથે 1,471 કિલોગ્રામનું વજન ધરાવતા લેન્ડર વિક્રમની માહિતી આપીએ તો તે ભારતનું પહેલું સ્વદેશી લેન્ડર હતું. જેને અવકાશી મિશન માટે મોકલવામાં આવ્યું હતું. લેન્ડરનું આ નામ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું હતું.

આ લેન્ડરને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. જેને એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ બરાબર કામ કરવાનું હતું. લેન્ડર વિક્રમની અંદર 27 કિલોગ્રામ વજનનું રોવર પ્રજ્ઞાન પણ ત્યાં હાજર હતું. સૌર ઉર્જાથી ચાલનારા પ્રજ્ઞાનને 500 મીટરની દૂરી સુધી ચાલી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું હતું. મિશનમાં રહેલા ઓર્બિટરનું આયુષ્ય એક વર્ષનું હતું.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં સૌથી મોટો ફેરબદલ : હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક, પાટીદાર સમીકરણો ચાલ્યા

Ankita Trada

PM મોદીએ કોરોનાની સ્થિતિ જાણવા દિલ્હીમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક, અમદાવાદના આ પ્રયોગને લાગુ કરવા આપ્યો આદેશ

Mansi Patel

અહીં ગામમાં નિકળ્યો 15 ફૂટ લાંબો કોબ્રા, પકડવા જતાં વન વિભાગની ટીમને પણ પરસેવો છૂટી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!