GSTV
Home » News » હવે જાપાનની સાથે મૂન મિશનની તૈયારીમાં ઈસરો, ચંદ્રનાં ધ્રુવીય ક્ષેત્રથી લેશે સેમ્પલ

હવે જાપાનની સાથે મૂન મિશનની તૈયારીમાં ઈસરો, ચંદ્રનાં ધ્રુવીય ક્ષેત્રથી લેશે સેમ્પલ

ભારતનાં મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલાં જ સંપર્ક ભલે તૂટી ગયો હોય પરંતુ આખી દુનિયાએ ઈસરોના જુસ્સાને સલામ કર્યો છે. ભારતની અંતરિક્ષ એજન્સીનો જુસ્સો કાયમ છે. હવે તે ચંદ્ર પર મોટા મિશનની તૈયારી કરી રહ્યુ છે. ઈસરોનું આગામી મૂન મિશન પહેલા કરતા વધારે મોટું હશે. માનવામાં આવી રહ્યુ છેકે, આ મિશન ચંદ્રનાં ધ્રુવીય ક્ષેત્રમાંથી સેમ્પલ લાવી શકે છે.

ચંદ્રનાં ધ્રુવીય ક્ષેત્રમાં શોધનાં આ મિશનને ઈસરો જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી(જાક્સા)ની સાથે ભાગીદારીમાં કરશે. ઈસરોનાં એક નિવેદનમાં કહ્યુ છેકે, ઈસરો અને જાક્સાનાં વૈજ્ઞાનિક ચંદ્રનાં ધ્રુવીય ક્ષેત્રમાં શોધ કરવા માટે એક સંયુક્ત સેટેલાઈટ મિશન પર કામ કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યા છે. ચંદ્રયાન-2ની જાહેરાત 2008માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહના કાર્યકાળ દરમ્યાન તઈ હતી. તે સમયે રશિયા સાથે અંજામ આપવાની યોજના હતી.

રશિયાની અંતરિક્ષ એજન્સી રૉસકૉસમૉસે ચંદ્રયાન-2 માટે લેન્ડર ઉપલબ્ધ કરાવવાનું હતુ. જોકે, આ યોજના કોઈ કારણસર આગળ વધી શકી ન હતી. ત્યારબાદ 2012માં ઈસરોએ એકલાં તેને પુરો કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે જૂલાઈમાં જાક્સાએ ક્ષુદ્રગ્રહ પર પોતાના હાયાબુસા મિશન-2ને સફળતાપુર્વક ઉતાર્યુ હતુ. આ મુશ્કેલ મિશનને સફળતાપૂર્વક અંજામ આપીને જાપાને પોતાની ટેક્નિકલ ક્ષમતાને દેખાડી દીધી છે. જાક્સાનું આ મિશન ક્ષુદ્રગ્રહ પર શોધ કરવાથી સંબંધિત હતુ.

ઈસરો અને જાક્સા સંયુક્ત મિશનને 2024માં લાગૂ કરવામાં આવશે. આની પહેલાં 2022માં ભારતનું પ્રસ્તાવિત ગગનયાન મિશન છે, જે હેઠળ માનવને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. પહેલીવાર ભારત અને જાપાનનું સંયુક્ત મૂન મિશનને લઈને 2017માં સાર્વજનિક રીતે વાત કરવામાં આવી હતી. આ વાતચીત મલ્ટી સ્પેસ એજન્સીઓની બેંગ્લુરુમાં થયેલી બેછક દરમ્યાન થઈ હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2018માં જાપાન ગયા તો આ અંતરસરકારી વાતચીતનો પણ હિસ્સો હતો.

READ ALSO

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!