GSTV
Home » News » IRNSS-1-I નું 12 એપ્રિલે ઈસરો દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવશે , જાણો શું છે સેટેલાઈટમાં ખાસ

IRNSS-1-I નું 12 એપ્રિલે ઈસરો દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવશે , જાણો શું છે સેટેલાઈટમાં ખાસ

દૂરસંચાર ઉપગ્રહ જીસેટ-6એને લોન્ચ કર્યા બાદ હવે ઈસરો દ્વારા પોતાના નેવિગેશન સેટેલાઈટ આઈઆરએનએસએસ-વન-આઈના પ્રક્ષેપણની તૈયારી થઈ રહી છે. ઈસરો દ્વારા 12 એપ્રિલે નેવિગેશન સેટેલાઈટનું લોન્ચિંગ કરશે.

મહત્વપૂર્ણ છે કે 29 માર્ચે દૂરસંચાર સેટેલાઈટ જીસેટ-6એ સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેને વૈજ્ઞાનિકોની સાથે જ સશસ્ત્ર સેનાઓ માટે એક મોટો આંચકો માનવામાં આવતો હતો. પરંતુ હવે ઈસરો સ્વદેશી તકનીકથી નિર્મિત આઈઆરએનએસએસ-વન-આઈ સેટેલાઈટને લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

આ સેટેલાઈટને પીએસએલવી-સી-41 રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે. આ સેટેલાઈટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી બારમી એપ્રિલે સવારે ચાર વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવશે. આઈઆરએનએસએસ-વન-આઈને આઈઆરએનએસએસ-વન-એચ સેટેલાઈટના સ્થાને છોડવામાં આવશે. આઈઆરએનએસએસ-9-એચનું લોન્ચિંગ અસફળ રહ્યું હતું. નાવિક હેઠળ ઈસરોએ અત્યાર સુધીમાં આઈઆરએનએસએસ શ્રેણીના આઠ સેટેલાઈટ છોડયા છે.

જેમાં  IRNSS-1A, IRNSS-1B, IRNSS-1C, IRNSS-1D, IRNSS-1E, IRNSS-1D, IRNSS-1F, IRNSS-1G અને IRNSS-1Hનો સમાવેશ થાય છે. ઈન્ડિયન રિઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ ઈસરો દ્વારા સ્વદેશી તકનીકના આધારે વિકસિત એક સિસ્ટમ છે. તેનો ઉદેશ્ય દેશ અને તેની સીમાથી પંદરસો કિલોમીટરના અંતરમાં ઉપયોગી માહિતી મેળવવાનો છે.

આઈઆરએનએસએસ-વન-આઈ ઈસરોની નાવિક પ્રણાલીનો હિસ્સો હશે. તેના દ્વારા સેટેલાઈટ મેપ તૈયાર કરવો. સમયની બિલકુલ યોગ્ય જાણકારી મેળવવી, નેવિગેશનની પુરી જાણકારી, સમુદ્રી નેવિગેશન સિવાય સૈન્ય ક્ષેત્રમાં પણ આ સેટેલાઈટ મદદરૂપ થશે. નેવિગેશન અને સમયસીમા બતાવવા માટે આ સેટેલાઈટ સિગ્નલ મોકલશે. તેમાં એલ-ફાઈવ અને એસ-બેન્ડ નેવિગેશન પેલોડ સાથે રુબેડિયમ ઓટોમેટિક ક્લોક્સ હશે. ઈસરોની આઈઆરએનએસએએસ યોજનાનો આ નવમો સેટેલાઈટ હશે. આ યોજનામાં આઠ સેટેલાઈટમાંથી માત્ર એક સેટેલાઈટનું લોન્ચિંગ જ નિષ્ફળ રહ્યું છે.

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

મુર્ખ પાકિસ્તાન : કોઈ પણ પેસેન્જર વિના ગગનમાં પ્રદક્ષિણા કરતાં પાક વિમાનો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!