GSTV
Home » News » વાત નિષ્ફળતાની નથી પણ ભારતે જે હિંમત બતાવી તેને ચીન અને અમેરિકા જેવા દેશો પણ સલામ ઠોકી રહ્યા હશે…

વાત નિષ્ફળતાની નથી પણ ભારતે જે હિંમત બતાવી તેને ચીન અને અમેરિકા જેવા દેશો પણ સલામ ઠોકી રહ્યા હશે…

ભારતના ચંદ્રયાન મિશને ઝટકો લાગ્યો છે. કરોડો દેશવાસીઓ જેની રાહ જોઈ બેઠાં હતા તેમને નિરાશા હાથ લાગી છે. ખાસ તો 10 વર્ષ સુધી સત્તત મહેનત કરનારા ઈસરોના વૈજ્ઞાનિકોને સો સલામ આપવા પડે જેમની ટીમે આટલા મુશ્કેલ પ્રોજક્ટ પર કામ કર્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૌથી નજીક પહોંચનારું દેશ પણ ભારત જ બન્યું. ઈતિહાસ રચાવાનો જ હતો જેની દેશ પણ રાહ જોઈ રહ્યો હતો.

ચંદ્રયાન-2 પર દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર ટકેલી હતી. કારણ કે ચંદ્રના દક્ષિણ હિસ્સામાં અત્યાર સુધી કોઈ દેશે પરાક્રમ નહોતું કરી બતાવ્યું. ચંદ્રના આ વિસ્તારમાં સુર્યનો પ્રકાશ સૌથી ઓછો હોય છે. લેન્ડર અને રોવર માટે સૌર ઉર્જા પ્રાપ્ત કરવું સૌથી મુશ્કેલ હોય છે.

આ હતી મુસીબતો

  • ચંદ્રના દક્ષિણી ધ્રૂવ વિસ્તારમાં અત્યાર સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી નથી શક્યો. જેથી વૈજ્ઞાનિકોને તેની સપાટીની જાણકારી નહોતી. આમ છતાં ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમતને દાદ આપવી પડે.
  • અમેરિકાના એપોલો મિશન સહિત મોટાભાગના મિશનોમાં ચંદ્રનું લેન્ડિંગ ચંદ્રની મધ્ય સપાટી પર કરવામાં આવ્યું હતું. ચીનનું પણ મિશન ચંદ્રની ઉત્તરીય ધ્રૂવની સપાટી પર હતું.
  • ચંદ્રની પત્થરવાળી જમીન સોફ્ટ લેન્ડિંગ માટે સૌથી મોટી કસોટી હતી. લેન્ડર વિક્રમને બે ક્રેટરો વચ્ચે સોફ્ટ લેન્ડિંગની જગ્યા શોધવાની હતી.

વિકસિત દેશો પણ માંડ માંડ સફળ થયા હતા

ભલે ચંદ્ર પર માનવના પહોંચવાના 50 વર્ષ થયા હોય, પણ તમામ વિકસિત દેશો માટે ચંદ્ર પર પહોંચવું સરળ નહોતું. રશિયાએ 1958થી 1976ની વચ્ચે 33 મિશન ચંદ્ર પર રવાના કર્યા. જેમાંથી 26 પહોંચી નહોતા શક્યા. તો અમેરિકાએ 1958થી 1972 સુધી 31 મિશનો કર્યા જેમાંથી 17 કામિયાબ નહોતા થયા.

એટલું જ નહીં અમેરિકાએ 1969થી 1972 વચ્ચે 6 માનવ મિશન કર્યા હતા. જેમાંથી 24 અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર પહોંચ્યા પણ 12 જ ચંદ્રની જમીન પર ઉતરી શક્યા હતા. એ સિવાય આ વર્ષે એપ્રિલમાં ઈઝરાયલનું મિશન મૂન પણ લેન્ડર ક્રેશ થવાના કારણે અધૂરૂ રહી ગયું હતું. ભારતનું મિશન સાથે સંપર્ક 2.5 કિલોમીટરે તૂટ્યું પણ ઈઝરાયલનો સંપર્ક તો 10 કિલોમીટરે તૂટી ગયો હતો. જેથી ભારતના વૈજ્ઞાનિકોએ એ સાબિત કરી દીધું છે કે આગામી પ્રયત્નમાં દક્ષિણી ધ્રૂવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બનીને જ રહેશે.

READ ALSO

Related posts

ભાજપ જેવી જ કોંગ્રેસની હાઈટેક ઓફિસ તૈયાર, રૂપિયા 200 કરોડનો થયો છે ખર્ચ

Mayur

રૂપાણીનું ભાજપમાં વધ્યું કદ, ઉઝબેકિસ્તાનમાં સ્વાગત માટે લાગ્યા જાયન્ટ કદના પોસ્ટરો

Mayur

દિવાળી બાદ કોંગ્રેસમાં આવશે ભૂકંપ : આ ધારાસભ્યો જોડાઇ શકે છે ભાજપમાં, સીએમ સાથે થઈ મીટિંગ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!