GSTV
Gujarat Government Advertisement

ISRO ફરી રચશે ઈતિહાસ : સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ કરેશે લોન્ચ

Last Updated on December 11, 2019 by Mayur

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ એટલે કે ઇસરો બુધવારે ફરી એક વખત અંતરિક્ષના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી 11 ડિસેમ્બરના રોજ બપોરે 3-25 વાગ્યે ઇસરો દ્વારા સૌથી તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ થશે.

દેશના સૌથી લેટેસ્ટ એવા આ જાસૂસી સેટેલાઇટનું નામ રીસેટ 2-બીઆર-1 છે. જે સમગ્ર પૃથ્વી પર નજર રાખનારો રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. આ સેટેલાઇટનું વજન 628 કિલોગ્રામ છે. પીએસએલવી સી-48 રોકેટ દ્વારા 2-બીઆર-1 લોન્ચ થશે. જેને 576 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

2-બીઆર-1 અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઇમેજીંગની તાકાતમાં અનેકગણો વધારો થઇ જશે. સાથે જ દુશ્મનો પર નજર રાખવી પણ વધુ આસાન બની જશે. પીએસએલવી સી-48 રોકેટ ભારતીય ઉપગ્રહની સાથે અન્ય 9 વિદેશી ઉપગ્રહો પણ સાથે લઇ જશે. જેમાં અમેરિકા, ઇઝરાયલ, ઇટલી અને જાપાન સહિતના દેશોના ઉપગ્રહ સામેલ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!