GSTV
Home » News » ઈસરોએ RISAT-2B સેટેલાઇટ લૉન્ચ કર્યોઃ સરહદો પર ચાંપતી નજર રાખશે

ઈસરોએ RISAT-2B સેટેલાઇટ લૉન્ચ કર્યોઃ સરહદો પર ચાંપતી નજર રાખશે

ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLV-C46 રોકેટ લોન્ચ કર્યું. PSLV-C46એ સફળતાપૂર્વક RISAT-2B રડાર સેટેલાઇટ 555 કિલોમીટરની ઊંચાઇએ લો ઑર્બિટમાં તરતો મૂક્યો. ઇસરોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે PSLV-C46 લૉન્ચ કરવામાં આવ્યું.

આ PSLVનું 48મું ઉડ્ડયન હતું અને રીસેટ સેટેલાઇટ સીરિઝનો ચોથો સેટેલાઇટ છે. આ સેટેલાઇટ ગુપ્તચર દેખરેખ, કૃષિ, વન અને આપદા પ્રબંધન સહયોગ જેવા ક્ષેત્રોમાં મદદરૂપ બનશે.

આ સેટેલાઇટ કુદરતી આફતો વખતે મદદરૂપ બનશે. આ સેટેલાઇટ દ્વારા અંતરિક્ષમાંથી જમીન પર 3 ફૂટની ઊંચાઇ સુધીની તસવીરો લઇ શકાય છે. આ સીરિઝના સેટેલાઇટ સરહદો પર ચાંપતી નજર રાખવાની સાથે સાથે ઘૂસણખોરી રોકવા માટે મુંબઇ હુમલા બાદ વિકસાવવામાં આવ્યાં હતાં.

Read Also

Related posts

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

મહેસાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

જેતપૂરના ખેડૂતોના હાલ બેહાલ, ડેમમાં લાખો લીટર પાણી હોવા છતા નથી કરી શકતા ઉપયોગ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!