GSTV
Home » News » ડિસેમ્બર 2021માં સાત ભારતીય નાગરિકોને લઈને ગગનયાન અવકાશમાં ઉડાન ભરશે

ડિસેમ્બર 2021માં સાત ભારતીય નાગરિકોને લઈને ગગનયાન અવકાશમાં ઉડાન ભરશે

ઈસરોએ પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનની તૈયારી શરૂ કરી છે. ઈસરોના અધ્યક્ષ કે. સિવાને પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, ડિસેમ્બર 2021માં સાત ભારતીય નાગરિકોને લઈને ગગનયાન અવકાશમાં ઉડાન ભરશે. ઈસરોએ માનવરહિત ગગન યાન માટે ડિસેમ્બર, 2020ની સમય મર્યાદા નક્કી કરી હતી. બીજી સમય મર્યાદા જુલાઈ 2021 સુધી નક્કી કરવામાં આવી હતી.

અંતરિક્ષમાં માનવ મિશન મોકલનાર ભારત દુનિયાનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. ગગનયાન માટે કેટલીક ટ્રેનિંગ ભારતમાં અને રશિયામાં આવશે. કે. સિવાને વધુમાં જણાવ્યુ હતુ કે, ગગનયાન મિશન માટે છેલ્લા ચાર મહિનાથી કામ કરવામાં આવી રહ્યુ છે. ક્રુ મેમ્બરની ટ્રેનિગનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

ઈસરો આગામી દિવસોમાં દેશમાં કુલ 6 ઈક્યુબેશન એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી શકે છે. જેથી ભારતના વિદ્યાર્થીઓને નાસામાં જવાની જરૂર નહીં પડે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!