GSTV
India News Trending

અંતરિક્ષમાં કેવી હોય છે ટૉયલેટની વ્યવસ્થા? જાણો ક્યાં જાય છે એસ્ટ્રોનૉટ્સના મળ-મૂત્ર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) 2022 સુધી ગગનયાન દ્વારા માણસોને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય એન્સ્ટ્રોનૉટ અંતરિક્ષમાં તો જશે, પરંતુ સવાલ એ છે કે તે લોકો જેટલા પણ દિવસ અંતરિક્ષમાં રહેશે, તે દરમિયાન જો તેમણે મળ-મૂત્રનો ત્યાગ કરવો હોય તો તે શું કરશે? ક્યાં જશે? તેનો જવાબ છે.અને સંભવત: ઇસરો તે ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરશે જેથી ભારતીય એસ્ટ્રોનોટ્સને મળ-મૂત્રમાં મુશ્કેલી ન થાય.

શું તમે જાણો છો કે અમેરિકા દ્વારા 1969માં મોકલવામાં આવેલા માનવ મૂન મિશનલમાં ભલે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની સપાટી પર પહેલીવાર પગ મુક્યો હતો. પરંતુ ચંદ્રની સપાટી પર પેશાબ કરનાર પહેલા અંતરિક્ષ યાત્રી બજ એલ્ડ્રિન હતા. પૃથ્વીથી આશરે 400 કિમીની ઉંચાઇ પર સ્થિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોટ ટૉયલેટ કેવી રીતે કરે છે? શું થાય છે તેમના મળ-મૂત્રનું?

ચાલો.જાણીએ અંતરિક્ષ યાત્રીઓના ટૉયલેટ સાથે સંબંધિત રોચક કિસ્સાઓ

સૌથી પહેલો અંતરીક્ષ યાત્રી પેશાબથી લથપથ કપડાંમાં અતરિક્ષ સુધી પહોંચ્યો અને પરત આવ્યો

19 જાન્યુઆરી 1961ના રોજ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ પ્રથમ માનવયુક્ત મિશન મર્કરી રેડસ્ટોન-3 લૉન્ચ કર્યુ. એલન શેફર્ડ સ્પેસમાં જનાર પ્રથમ અમેરિકન અંતરિત્ર યાત્રી બન્યાં. સમગ્ર મિશન ફક્ત 15 મિનિટનું હતુ. શેફર્ડને અંતરિક્ષમાં ફક્ત ગણતરીની મિનિટો પસાર કરવાની હતી. તેથી આ મિશનમાં ટૉયલેટની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પરંતુ લૉન્ચમાં વિલંબ થવાના કારણે શેફર્ડને પેશાબ લાગી. ત્યારે તેમણે મિશન કંટ્રોલને પૂછ્યું કે શું તે સ્પેસ સૂટમાં પેશાબ કરી શકે છે? મિશન કંટ્રોલે પરમિશન આપી દીધી. તે બાદ શેફર્ડ પલળેલા કપડામાં જ અંતરિક્ષ યાત્રા કરીને પરત આવ્યાં. પછીથી તેઓ 1971માં અપોલો-14 મિશનમાં ચંદ્ર પર પણ ગયાં હતાં.

2. અંતરિક્ષ યાત્રીઓ માટે બનાવાયા યુરિન પાઉચ

થોડા વર્ષો બાદ અંતરિક્ષ યાત્રીઓ માટે કોંડમ જેવા દેખાતા પાઉચ બનાવવામાં આવ્યાં. ટ્રાયલમાં તે તો બરાબર હતાં પરંતુ અંતરિક્ષમાં તે વારંવાર ફાટી જતાં હતા. પછીથી તેનો આકાર બદલાવવામાં આવ્યો. ત્યાર પછીથી તે યોગ્ય રીતે કામ કરવા લાગ્યા. સાથે જ શૌચ માટે યાત્રીઓને પાછળની તરફ એક બેગ ચોંટાડીને રાખવી પડતી હતી. આ શરૂઆતની વ્યવસ્થાઓથી કેટલાંક મિશનમાં એસ્ટ્રોનૉટ્સનું કામ ચાલી ગયું પરંતુ તે પોતાના મળ-મૂત્રની ગંધથી પરેશાન રહેતાં હતાં.

અપોલો મિશન માટે શૌચની વ્યવસ્થા તે જ હતી, પણ પેશાબ માટે કરાઇ આ વ્યવસ્થા

અપોલો મૂન મિશન માટે પૉટી માટે જૂની સિસ્ટમ રાખવામાં આવી પરંતુ પેશાબ માટે રીત થોડી બદલવામાં આવી. પેશાબ માટે બનાવવામાં આવેલા પાઉચને એક વાલ્વ સાથે જોડી દેવામાં આવી. વાલ્વને દબાવતાં જ યુરિન સ્પેસમાં ચાલ્યું જતું. પરંતુ તેમાં સમસ્યા એ હતી કે વાલ્વને દબાવવામાં એક સેકેન્ડનો પણ વિલંબ થાય તો યુરિન અંતરિક્ષ યાનમાં જ તરવા લાગતું. પરંતુ જો તેને પહેલાં જ ખોલી દેવામાં આવે તો અંતરિક્ષના વેક્યુમથી શરીરના અંગ બહાર ખેંચી શકાતા હતા. તેથી એપોલો મિશનના એસ્ટ્રોનોટ્સે પાઉચમાં જ યુરિન ડિસ્પોઝ કર્યુ.

જ્યારે મહિલાઓ સ્પેસમાં જવાની હતી, ત્યારે બદલાઇ યુરિન ડિસ્પોઝલ સિસ્ટમ

અપોલો મિશનના આશરે એક દશક બાદ 1980માં નાસાએ મહિલાઓને અંતરિક્ષમાં મોકલવાનો નિર્ણય લીધો. ત્યારે નાસાએ MAG એટલે કે મેગ્ઝિમમ એબ્ઝોર્બેંસી ગાર્મેન્ટ બનાવ્યા. આ એક પ્રકારના ડાયપર હતાં. તેને પુરુષ એસ્ટ્રોનોટ્સ પણ યુઝ કરતાં હતા. આ મહિલા એસ્ટ્રોનોટ માટે પણ સહજ ઉપયોગી હતાં. આ ડાયપરનો ઉપયોગ પ્રથમ અમેરિકન મહિલા અંતરિક્ષ યાત્રી સેલી ક્રસ્ટેન રાઇડે 1983માં કર્યો હતો.

નાસાએ બનાવ્યું ઝીરો-ગ્રેવીટી ટૉયલેટ

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ઝીરો-ગ્રેવીટી ટૉયલેટ બનાવ્યું. તેમાં એસ્ટ્રોનૉટ પૉટી માટે પોતાની પાછળ બેગ બાંધવું પડતું ન હતું. પરંતુ તેમાં પૉટી કરવા માટે એસ્ટ્રોનોટો ઘણી મહેનત કરવી પડતી હતી. કારણ કે અંતરિક્ષમાં મળ આપમેળે બહાર આવતું ન હતુ. એસ્ટ્રોનોટ હાથમાં એક વિશેષ ગ્લવ્સ પહેરતાં હતા. જેની મદદથી તેઓ મળને ખેંચીને ઝીરો-ગ્રેવીટી ટૉયલેટમાં નાંખતાં હતા. તે બાદ તેની સાથે જોડાયેલો પંખો તેને ખેંચીને એક ટ્યુબ દ્વારા એક કંટેનરમાં નાંખી દે છે. પેશાબ માટે પણ આવી જ સિસ્ટમ કામ કરે છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હવે શું થાય છે

હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઝીરો ગ્રેવિટી ટૉયલેટનો જ ઉપયોગ થાય છે. જમા પેશાબને વોટર રિસાયકલિંગ યુનિટથી સાફ કરીને પીવા લાયક પાણીમાં તબદીલ કરવામાં આવે છે. મળને કંપ્રેસ કરીને ડંપ કરવામાં આવે છે. જ્યારે પણ યાન સ્પેસ સ્ટેશનથી પરત આવે છે ત્યારે કંપ્રેસ્ડ મળના કંટેનરને બદલવામાં આવે છે. સ્પેસ સ્ટેશનમાં ખાલી કંટેનર લગાવી દેવામાં આવે છે.

Read Also

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV