GSTV
Home » News » હવે ભારત પાસે હશે પોતાનું સ્પેશ સ્ટેશન, નરેન્દ્ર મોદી સરકાર જલ્દી શરૂ કરશે નિર્માણ

હવે ભારત પાસે હશે પોતાનું સ્પેશ સ્ટેશન, નરેન્દ્ર મોદી સરકાર જલ્દી શરૂ કરશે નિર્માણ

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો)ના પ્રમુખ કે.સિવને ગુરૂવારે કહ્યુ છેકે, ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યુ છે. અને આ મહત્વકાંક્ષી યોજના પુરી થવા પર દેશ વધુ માનવ મિશન અવકાશમાં મોકલી શકશે.

સિવને કહ્યુ કે, ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો) તેનો હિસ્સો નહી રહે. તેમણે કહ્યુ હતુકે, મિશન ગગનયાન કાર્યક્રમનો વિસ્તાર થશે. સાથે જ તેમણે કહ્યુ હતુકે, માનવ અવકાસ મિશનનાં ઘણા તબક્કા રહેશે. સિવને વધુમાં કહ્યુ હતુકે, અમે અલગ અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

અમે ISSનો હિસ્સો નથી. અમારું અવકાશ સ્ટેશન ઘણું નાનું છે. અમે એક નાનું મોડ્યુલ લોન્ચ કરીશું, જેનો ઉપયોગ માઈક્રોગ્રેવિટી પ્રયોગ માટે કરાશે. અંતરિક્ષ સ્ટેશનનું વજન લગભગ 20 હોવાની સંભાવના છે. સિવને કહ્યુ છેકે, પહેલાં ગગનયાન મિશન બાદ આ પ્રોજેક્ટને મંજૂરી માટે સરકાર પાસે મોકલવામાં આવશે.

અમારે અમારા ગગનયાન કાર્યક્રમને યથાવત રાખવાનો છે. સિવને કહ્યુ હતુકે, ઈસરો આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે 5-7 વર્ષની સમયઅવધિ ઉપર વિચાર કરી રહ્યુ છે. જોકે, તેમણે ભારતીય અવકાશ સ્ટેશન માટે થનારા ખર્ચ વિશે કોઈ જ ઉલ્લેખ કર્યો ન હતો.

READ ALSO

Related posts

હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટરની હિરાનગરી સુરતમાં ઉજવણી, મહિલાઓએ મિઠાઈ વહેંચી

Nilesh Jethva

હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ સળગતો સવાલ, ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય ક્યારે ?

Nilesh Jethva

85 લાખ રૂપિયામાં વેચાયુ દિવાલ પર લગાવેલું આ એક કેળું, જાણો કેમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!