GSTV
Home » News » વિક્રમ હવે કરશે ‘પરાક્રમ’ આ રીતે કરી શકે છે ભારતીયોને ખુશ

વિક્રમ હવે કરશે ‘પરાક્રમ’ આ રીતે કરી શકે છે ભારતીયોને ખુશ

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર પડવાથી ઈસરો હજી સુધી નિરાશ થયુ નથી. એ અલગ વાત છેકે, વિક્રમ લેન્ડર પોતાના નક્કી કરેલાં સ્થાન કરતાં લગભગ 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડી ગયુ છે. પરંતુ જો તેની સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય તો તે ફરીથી સક્રિય થઈ શકે છે. ઈસરોનાં સુત્ર મુજબ, ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં એ ટેક્નોલોજી છેકે, તે પડ્યા બાદ પણ પોતાને ફરીથી ઉભુ થઈ શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે તેના કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ જાય તો તે કમાન્ડ રિસીવ થઈ શકે. જોકે, આ કામમાં સફળ થવાની આશા ફક્ત 1 ટકા જ છે. પરંતુ ઈસરોનાં વૈજ્ઞાનિકોનું માનવું છેકે, ઓછામાં ઓછી 1 ટકા જ ભલે પણ આશા તો છે.

વિક્રમ લેન્ડરમા ઓનબોર્ડ કોમ્પ્યુટર છે જે જાતે જ કામ કરી શકે છે. વિક્રમ લેન્ડર પડવાથી તે એન્ટેના દબાઈ ગયુ છે. તેના દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય છે. હાલમાં ઈસરોનાં વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છેકે,કોઈ તે એન્ટેના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી તેના પગ પર ઉભુ થવાનો કમાન્ડ આપી શકાય. હવે તમે વિચારશો કે, પછડાયેલું વિક્રમ લેન્ડર જાતે જ ફરી ઉભુ કેવી રીતે થઈ શકે. શું કોઈ તેને ત્યાંથી ઉઠાવશે.

ચાલો જાણીએ કેવી રીતે જાતે ઉભુ થશે વિક્રમ લેન્ડર

ઈસરોનાં સૂત્રોએ જણાવ્યુકે, વિક્રમ લેન્ડરની નીચેની તરફ પાંચ થ્રસ્ટર્સ લાગેલાં છે. જેના દ્વારા તેને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતુ. તેના સિવાય વિક્રમ લેન્ડરની ચારેય બાજુ પણ થ્રસ્ટર્સ લાગેલાં છે. જે અંતરિક્ષમાં યાત્રા દરમ્યાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવતા હતા. આ થ્રસ્ટર્સ હજી પણ સુરક્ષિત છે. લેન્ડરનાં જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટેના દબાયેલું છે. તે હિસ્સામાં પણ થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી પર સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવતા કમાન્ડને સીધો અથવા તો ઓર્બિટર દ્વારા દબાયેલાં એન્ટેનાએ રિસીવ કરી લીધો તો તેના થ્રસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રસ્ટર્સ ઓન થવા પર વિક્રમ એક તરફથી ફરી જાતે ઉભુ થઈ શકે છે. જો એવું થશે તો આ મિશન સાથે જોડાયેલાં બધા જ પ્રયોગ જે પહેલાં ઈસરોનાં વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 માટે નક્કી કર્યા હતા તે થઈ શકશે.

11 દિવસ બચ્યા છે વિક્રમને ફરીથી પોતાના પગ ઉપર ઉભુ કરવા માટે

ઈસરોનાં પ્રમુખ કે. સિવને કહ્યુ હતુકે, ઈસરોની ટીમ લેન્ડર વિક્રમ સાથે કોમ્યુનિકેશન સ્થાપિત કરવાના સતત પ્રયાસ કરી રહી છે. અને જલ્દીથી સંપર્ક સ્થાપિત થઈ જશે. વૈજ્ઞાનિકો મુજબ તેમની પાસે વિક્રમને સંપર્ક સાધવા માટે 11 દિવસ છે. એક અનુમાન મુજબ ઈસરોની પાસે વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે 11 દિવસ છે કારણકે હાલમાં લૂનર ડે ચાલી રહ્યા છે. એક લૂનર ડે ધરતીનાં 14 દિવસો બરાબર હોય છે. જેમાંથી 3 દિવસ વીતી ગયા છે. એટલેકે આગામી 11 દિવસો સુધી ચંદ્ર ઉપર દિવસ રહેશે. ત્યારબાદ ચંદ્ર ઉપર રાત થઈ જશે. જે પૃથ્વીનાં 14 દિવસ બરાબર હોય છે. રાતના સમયે તેની સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી થઈ શકે છે. જેથી ઈસરોનાં વૈજ્ઞાનિકોએ રાહ જોવી પડશે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!