GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

2.1 KM નહી, પરંતુ ફક્ત આટલા જ મીટર પર તૂટ્યો હતો વિક્રમ સાથે ISROનો સંપર્ક, આ ગ્રાફ છે પુરાવો

કહેવાય છેકે, એક ફોટો 1000 શબ્દો બરાબર હોય છે. એક એવો જ ફોટો છે જે અંતરિક્ષ વિજ્ઞાનનાં ઈતિહાસમાં નોંધાયો છે. એટલેકે, 7 સપ્ટેમ્બરે ઈસરોના મૂન મિશન ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની ચંદ્ર પર લેન્ડિંગનો ફોટો છે. જે પૃથ્વી પર સ્થિત ઈસરો સેન્ટરનો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક 335 મીટરની ઉંચાઈ પર તૂટ્યો હતો નહી કે 2.1 કિમીની ઉંચાઈએથી.

જે સમયે વિક્રમ લેન્ડિંગ કરી રહ્યુ હતુ. તેની ડિટેઈલ ઈસરોનાં મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ(MOX)ની સ્ક્રીન પર એક ગ્રાફનાં રૂપમાં દેખાઈ રહ્યો હતો. આ ગ્રાફમાં ત્રણ રેખાઓ દેખાતી હતી. જેમાં વચ્ચેની લાઈન પર જ ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર તેનો રસ્તો નક્કી કરી રહ્યો હતો. આ લાઈન લાલ રંગની હતી. આ વિક્રમ લેન્ડર માટે ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા નક્કી કરવામાં આવેલો માર્ગ હતો. જ્યારે લેન્ડરનો રિયલ ટાઈમ ગ્રીન રંગની લાઈનમાં દેખાતો હતો. આ ગ્રીન લાઈન પહેલાંથી નક્કી કરાયેલી લાલ લાઈન ઉપર જ બની રહી હતી.

બધુ બરાબર ચાલતુ હતુ. વિક્રમ લેન્ડરનો રિયલ ટાઈમ પાથ એટલેકે ગ્રીન લાઈન તેના પૂર્વ નિર્ઘારિત માર્ગ વાળી લાલ લાઈન ઉપર એક સાથે ચાલી રહી હતી. જો આ ગ્રાફને ધ્યાનથી જોશો તો ખબર પડશેકે 4.2 કિમીની ઉપર પણ વિક્રમ લેન્ડરના રસ્તામાં થોડો બદલાવ આવ્યો હતો પરંતુ તે ઠીક થઈ ગયુ હતુ. પરંતુ એક્ઝેટ 2.1 કિમીની ઉંચાઈ પર તે નક્કી કરેલાં રસ્તા કરતા અલગ દિશામાં ચાલવા લાગ્યુ હતુ. આ સમયે તે ચંદ્રની સપાટી તરફ સેકન્ડદીઠ 59 મીટર (212કિમી/સેકન્ડ)ની ગતિથી નીચે આવી રહ્યુ હતુ.

400 મીટરની ઉંચાઈ સુધી આવતા-આવતા વિક્રમ લેન્ડરની ગતિ લગભગ તે સ્તરે પહોંચી ગઈ હતી. જે ગતિથી તેણે સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતુ. તે જ ઉંચાઈ પર તે ચંદ્રની સપાટીની ઉપર હેલિકોપ્ટરની જેમ ફરતું હતું. જેથી સોફ્ટ લેન્ડિંગવાળી જગ્યાની સ્કેનિંગ કરી શકાય. નક્કી કરાયુ હતુકે, 400મીટરથી 10 મીટરની ઉંચાઈ સુધી વિક્રમ લેન્ડર સેકન્ડ દીઠ 5 મીટરની ગતિથી નીચે આવશે. 10થી 6 મીટરની ઉંચાઈ સુધી સેકન્ડદીઠ 1 અથવા 2 મીચરની ગતિથી નીચે લાવવામાં આવશે. ત્યારબાદ તેની ગતિ ઝીરો કરી દેવામાં આવશે.

ચંદ્રની સપાટી ઉપર ઉતરવા માટે 15 મિનિટના નક્કી કરેલં કાર્યક્રમ દરમ્યાન વિક્રમ લેન્ડરની ગતિને સેકન્ડદીઠ 1680 મીટર એટલેકે કલાકદીઠ 6048 કિમીથી ઘટાડીને સેકન્ડદીઠ ઝીરો મીટર કરવાનું હતુ. ચંદ્રની સપાટીથી 335 મીટરની ઉંચાઈ ઉપર ગ્રીન રંગનો એક ડોટ બન્યો હતો, અને વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી સાથે અથડાયો હતો. જોકે, ઈસરો વૈજ્ઞાનિકો હજી આશા હાર્યા નથી તેઓ વિક્રમ સાથે સંપર્ક સાધવામાં લાગેલાં છે.

READ ALSO

Related posts

સુરતમાં કોરોના બન્યો બેકાબુઃ છેલ્લા કલાકમાં 254 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં મોખરે

Ankita Trada

ભારતના વિજળી વિભાગે લીધેલા આ એક નિર્ણયથી ચીન અને પાકિસ્તાનને થશે કરોડોનું નુકસાન, સપ્લાઈ કરી દીધો બંધ

Pravin Makwana

ગુજરાતમાં Coronaનો આંતક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 725 કેસ પોઝીટીવ સાથે 18 લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!