GSTV
Home » News » ‘વિક્રમ લેંડર’ સાથે સંપર્ક થાય કે ન થાય, ISROના નામે નોંધાઇ ગઇ આ 6 સિદ્ધીઓ

‘વિક્રમ લેંડર’ સાથે સંપર્ક થાય કે ન થાય, ISROના નામે નોંધાઇ ગઇ આ 6 સિદ્ધીઓ

કહેવાય છે કે વિજ્ઞાનમાં સફલતા અને નિષ્ફળતા નથી હોતી. ફક્ત પ્રયોગ હોય છે, અને દરેક પ્રયોગથી કંઇકને કંઇક નવું શીખવા મળે છે જેથી આગામી પ્રયોગ વધુ સારી રીતે કરી શકાય. ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન-2 પણ ઇસરોના વૈજ્ઞાનિકો માટે ઘણું શીખવનાર પ્રયોગ સાબિત થયું. ઘણી એવી વસ્તુઓ હતી જે પહેલીવાર થઇ. અનેક ટેકનોલોજી પહેલીવાર વિકસીત થઇ. અંતરિક્ષમાં કક્ષા બદલવા દરમિયાન નિશ્વિત ગતિ અને નિશ્વિત અંતરમાં વધુ આગળ વધ્યાં. એટલે કે વધુ સારી ઓર્બિટ મેન્યૂવરિંગ કરવામાં આવી. તેનાથી ચંદ્રયાન-2ના એન્જિનને બચાવવામાં મદદ મળી.

ચાલો જાણીએ કે ઇસરોને આ ચંદ્રયાન-2 મિશનથી શું શીખવા મળ્યુ

ઇસરોએ પહેલીવાર બનાવ્યું લેન્ડર અને રોવર

રશિયાએ પહેલા ચંદ્રયાન-2 માટે લેંડર આપવાની વાત કરૂ હતી પરંતુ તેણે થોડા સમય બાદ ઇનકાર કરી દીધો હતો. તે બાદ ઇસરો વૈજ્ઞાનિકોએ નિર્ણય લીધો કે તે પોતે જ પોતાનું લેંડર અને રોવર બનાવશે. ઇસરો વૈજ્ઞાનિકોએ બંને બનાવ્યા અને તેના માટે પોતે જ રિસર્ચ કર્યુ, ડિઝાઇન તૈયાર કરી. તે પછી તેને બનાવ્યા. આ બધામાં 11 વર્ષ લાગ્યાં. સાથે જ વિક્રમ લેંડર ટેકનિકથી બનાવવામાં આવ્યાં. રોવરને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડે બનાવીને 2015માં જ ઇસરોને સોંપી દીધું હતું. સાથે જ વિક્રમ લેંડરની શરૂઆતની ડિઝાઇન ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેંટર અમદાવાદે બનાવ્યુ હતું. પછીથી બેંગલોરના યુઆરએસસીએ વિકસીત કર્યુ.

પહેલીવાર કોઇ પ્રાકૃતિક ઉપગ્રહ પર લેંડર-રોવર મોકલ્યુ

ઇસરોએ ચંદ્રયાન-2 પહેલા સુધી કોઇ ઉપગ્રહ પર લેંડર અથવા રોવર મોકલવામાં નથી આવ્યુ. આ પહેલીવાર હશે કે ઇસરોના વૈજ્ઞાનિકોએ કોઇ પ્રાકૃતિક ઉપગ્રહ પર પોતાનું લેંડર અને રોવર મોલ્યુ હોય. ભલે વિક્રમ લેંડર નિશ્વિત માર્ગ અને નિશ્વિત સ્થાન પર ન ઉતર્યુ હોય પરંતુ તે ચંદ્ર પર છે. જો બધુ જ યોગ્ય રીતે થયું હોત તો લેંડર અને રોવર હાલ ચંદ્રના વાતાવરણ, જમીન, રાસાયણિક ગુણવત્તાઓની તપાસ કરી રહ્યું હોત. ઇસરોને ચંદ્રની ખૂબસુરત તસવીરો મળી હોત.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર મોકલ્યુ મિશન

ભારત દુનિયાનો પહેલો દેશ છે અને ઇસરો દુનિયાની પહેલી સ્પેસ એજન્સી છે જેણે ચંદ્રના સાઉથ પોલ પર પોતાનું યાન પહોંચાડ્યું ચે. અગાઉ આવું કોઇ દેશે કર્યુ નથી. ભલે મિશન સંપૂર્ણ રીતે સફળ ન થયું હોય પરંતુ વિક્રમ લેંડર ચંદ્રના સાઉથ પોલ પર છે. ઇસરો વૈજ્ઞાનિક સતત વિક્રમ લેંડર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી તેને ફરીથી સ્ટાર્ટ કરીને થોડો પ્રયોગ કરવા લાયક બનાવી શકાય.

પહેલીવાર કોઇ સેલેસ્ટિયલ બૉડી પર લેંડ કરવાની ટેકનીક વિકસિત કરી

ઇસરો વૈજ્ઞાનિકોએ પહેલીવાર કોઇ સેલેસ્ટિયલ બૉડી એટસે તે અંતરિક્ષીય વસ્તુ પર પોતાનું યાન લેન્ડ કરાવાની ટેકનિક વિકસિત કરી. કારણ કે પૃથ્વી સિવાય મોટાભાગના સેલેસ્ટિયલ બૉડી પર હવા, ગુરુત્વાકર્ષણ કે વાતાવરણ નથી. તેથી વિપરિત પરિસ્થિતીઓમાં કોઇ અંતરિક્ષિય વસ્તુ પર પોતાનું યાન ઉતારવાની ટેકનિક વિકસિત કરવી મોટો પડકાર હતો પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ આ કામ ખૂબ જ સચોટતાથી કર્યુ.

પહેલીવાર લેંડર-રોવર-ઓર્બિટરને એક સાથે લૉન્ચ કર્યા

ઇસરો વૈજ્ઞાનિકોએ પહેલીવાર આટલા વજનનું સેટેલાઇટ લૉન્ચ કર્યુ. સામાન્યરીતે કોઇ સેટેલાઇટમાં એક જ હિસ્સો હોય છે. પરંતુ ચંદ્રયાન-2માં ત્રણ હિસ્સા હતા. ઓર્બિટર, વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર. ત્રણેયને એક સાથે એ રીતે જોડવાના હતાં કે ચંદ્રયાન-2 કંપોઝિટ મોડ્યુલ બનીને જીએસએલવી એમકે-3 રોકેટના પેલોડ ફેરિંગમાં સરળતાથી ફિટ થઇ જાય. આ કામમાં પણ આપણા વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી. જ્યારે આ કામ સરળ નથી. તમારે રોકેટની સૌથી ઉપરના હિસ્સાના આકાર અનુસાર જ સેટેલાઇટના આકારનું બનાવવાનું હોય છે જેથી તે ફિટ થઇ શકે.

વિશેષ પ્રકારના કેમેરા અને સેંસર્સ બનાવામાં આવ્યા

સ્પેસ એપ્લીકેશન સેંટર અમદાવાદના વૈજ્ઞાનિકોએ ઓર્બિટર, લેંડર અને રોવર માટે વિશેષ પ્રકારના કેમેરા અને સેંસર્સ બનાવ્યા. આ કેમેરા ચંદ્રની સપાટી અને અંતરિક્ષની તસવીરો લેવામાં સક્ષમ છે. સાથે જ એવા સેંસર્સ બનાવ્યા જે ચંદ્રની સપાટી, તાપમાન, વાતાવરમ, રેડિયોએક્ટિવીટી વગેરેની તપાસ કરી શકે. આ કામમાં અમદાવાદ ઇસરો સેંટરના મોટાભાગના યુવા સામેલ હતા. આ સેંટરથી મોટાભાગના સેટેલાઇટના સેંસર્સ વગેરે બને છે.

Read Also

Related posts

ટ્રમ્પની મુલાકાત : ઈન્વિટેશન પર આવે છે કે ઈન્સ્પેક્શનમાં ? મોદી અને શાહને જે ઈચ્છા નહોતી તેના પર જ ટ્રમ્પ વાત કરશે

Mayur

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!