GSTV
Home » News » ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા મળી છે. ચંદ્રયાન-2એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો છે. યાનના તરલ ઈંધણ વાળા એન્જીનને ચાલુ કરી ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2 પ્રવેશ્યુ છે. ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યા બાદ ચંદ્રયાન-2 તેર દિવસ સુધી ચક્કર લગાવશે. અને 7 સપ્ટેમ્બરે તે ચંદ્રની ધરતી પર નિર્ધારિત જગ્યા પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ચંદ્ર પર ગ્રેવિટેશનલ ફોર્સ પણ દરેક જગ્યાએ અલગ-અલગ છે. એવામાં 1.5 કિલોમિટર પ્રતિ સેકન્ડની ગતિથી ફરી રહેલા ઓર્બિટને ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવું મોટો પડકાર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોટા મોટા બોલ્ડર્સ, ક્રેટર્સ છે જ્યાં ક્રેશ થાવનું જોખમ વધારે છે. જોકે આ માટે વૈજ્ઞાનિકોએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

ચંદ્રયાન-2 ચંદ્રમાના દક્ષિણ પૂર્વી ક્ષેત્રમાં સંશોધન કરશે. યાનને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ બીજી સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ ગયેલા લેન્ડર વિક્રમને છોડશે.

ત્યાર બાદ વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર લગાવ્યા બાદ 7 સપ્ટેમ્બરે ચંદ્રમાની ધરતી પર લેન્ડ થશે. મહત્વપૂર્ણ છે કે, ઈસરોએ 22 જુલાઈએ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતુ.

ચંદ્રયાન-૨ ચંદ્રમાની કક્ષામાં   

  • ચંદ્રયાને ૨૩ દિવસ પૃથ્વીના ચક્કર લગાવ્યા હતાં
  • ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યા બાદ ૧૩ દિવસ ચક્કર લગાવશે
  • ૭ સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર નિર્ધારિત જગ્યા પર સોફ્ટ લેન્ડિંગ કરશે
  • ચંદ્રયાન-૨ ચંદ્રમાના દક્ષિણ પૂર્વી ક્ષેત્રમાં સંશોધન કરશે
  • યાનને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ ૨ સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ ગયેલા લેન્ડર વિક્રમને છોડશે
  • વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર લગાવ્યા બાદ ૭ સપ્ટેમ્બરે ચંદ્રમાની ધરતી પર લેન્ડ થશે

Read Also

Related posts

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!