GSTV
Home » News » ISROના અધ્યક્ષ સિવાનને અનોખી સિદ્ધિ માટે મળ્યો કલામ પુરસ્કાર, તામિલનાડુ સરકારે કર્યા સન્માનિત

ISROના અધ્યક્ષ સિવાનને અનોખી સિદ્ધિ માટે મળ્યો કલામ પુરસ્કાર, તામિલનાડુ સરકારે કર્યા સન્માનિત

ઈસરોનાં અધ્યક્ષ સિવનને ગુરુવારે મુખ્યમંત્રી પલાનીસ્વામીનાં વરદ હસ્તે તમિલનાડુ સરકારે ડો એ પી જે અબ્દુલ કલામ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ડો.કે શિવાનને વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ શિવાનને અગાઉ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પુરસ્કાર આપવાની યોજના હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. ત્યારે સરકારે જણાવ્યું હતું કે શિવાનને તે સમયના મુખ્યમંત્રી પલાનીસ્વામીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે.

ડો.કે સિવાનને વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ અર્પણ કર્યો

પુરસ્કારમાં આઠ ગ્રામ સુવર્ણ પદક, પાંચ લાખ રૂપિયા રોકડા અને એક પ્રશસ્તિ પત્ર અપાયું

ઈસરોના અધ્યક્ષ ડોક્ટર કે.સિવનને ડોક્ટર એ.પી.જે.અબ્દુલ કલામ પુરસ્કારથી સન્માનિત કરાયા. તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામી સરકારે સિવનને આ પુરસ્કાર એનાયત કર્યો. સિવનને આ પુરસ્કાર વિજ્ઞન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં તેમનું યોગદાનને જોઈને અપાયું. આ પુરસ્કારમાં આઠ ગ્રામ સુવર્ણ પદક, પાંચ લાખ રૂપિયા રોકડા અને એક પ્રશસ્તિ પત્ર અપાયું. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાના અધ્યક્ષ સિવનને પહેલા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયા આ પુરસ્કાર એનાયત કરવાનો હતો. પરંતુ તેમ ન થઈ શક્યું.

કલામ પુરસ્કાર એ લોકોને અપાય છે જે વૈજ્ઞાનિક વિકાસ, માનવિકી અને વિદ્યાર્થીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. તેને તમિલનાડુ સરકાર પ્રદાન કરે છે.

દિવંગત મુખ્યપ્રધાન જયલલિતાએ 2015માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નામે પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે ડોક્ટર સિવનની દેખરેખમાં જ ઈસરોએ ચંદ્રયાન-2 મિશનને સફળતા પૂર્વક લોન્ચ કર્યું હતું.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!