GSTV
Home » News » ઈસરોની આ સેટેલાઈટ પાકિસ્તાનીઓના કાંડા ઘડિયાળનો સમય પણ જોઈ શકશે

ઈસરોની આ સેટેલાઈટ પાકિસ્તાનીઓના કાંડા ઘડિયાળનો સમય પણ જોઈ શકશે

ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ દેશના સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ કાર્ટોસેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલ્યુ છે. પહેલા આ સેટેલાઈટ ઓક્ટોબરના અંતમાં લોન્ચ થવાનો હતો પણ હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ હજી પણ ચંદ્ર પર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપવાના પ્રયત્નો કરી રહી હોવાથી કાર્ટો સેટ-3નુ લોન્ચિંગ પાછુ ઠેલવામાં આવ્યુ છે.આ સેટેલાઈટ હવે નવેમ્બરમાં લોન્ચ કરાય તેવી શક્યતા છે.

જાણકારોનુ કહેવુ છે કે, આ સેટેલાઈટ એટલો શક્તિશાળી છે કે,તેના થકી પાકિસ્તાન પર બાજ નજર તો રખાશે જ પણ સેટેલાઈટ ધરતી પર લોકોએ પહેરેલી કાંડા ઘડિયાળનો સમય પણ અવકાશમાંથી જોઈ શકશે.

ઈસરો આ સિવાય આગામી 10 મહિનામાં બીજા 5 મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી ચુક્યુ છે.આ તમામ સેટેલાઈટ પાકિસ્તાન સહિતના દેશોની ગુપ્ત માહિતી મેળવવા માટે તથા બોર્ડર પર નજર રાખવા માટે ઉપયોગમાં લેવાશે.

ભારતે પાકિસ્તાનમાં કરેલી બે સર્જિકલ સ્ટ્રાઈક માટે અગાઉ લોન્ચ થયેલા કાર્ટોસેટ 1 અને 2 ઉપગ્રહની મદદ લીધી હતી.જોકે સરકારે ક્યારેય આ વાતને સત્તાવાર સમર્થન આપ્યુ નથી.

READ ALSO

Related posts

વાહ રે… ભારતે મ્યાનમારને આપી પ્રથમ સબમરીન, આ રણનીતિએ ભાગ ભજવ્યો

Nilesh Jethva

રાહુલે ભાજપના આ સીએમને દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા, પીએમને પણ ઝાટક્યા

Nilesh Jethva

કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકો, સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને મોકલ્યુ રાજીનામુ

Karan
Do NOT follow this link or you will be banned from the site!