GSTV

લોહીયાળ સંઘર્ષ/ ઈઝરાયલનું રક્ષાકવચ છે આયરન ડોમ : હમાસના રોકેટોના ભુક્કા બોલાવ્યા, જાણી લો શું છે આ ડિફેન્સ સિસ્ટમ

Last Updated on May 15, 2021 by Pritesh Mehta

 ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા લોહીયાળ સંઘર્ષ વચ્ચે ઈઝરાયલનું રક્ષાકવચ બનેલી આયરન ડોમ સિસ્ટમ ચર્ચાનું કારણ બની છે. આયરન ડોમ સિસ્ટમ ઈઝરાયેલને રોકેટ હુમલાથી બચાવે છે. ત્યારે આ ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. જોઈએ અમારા અહેવાલમાં..

ઈઝરાયલ

આયરન ડોમ એ શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. જે રોકેટ, તોપના ગોળા અને મોર્ટારને નષ્ટ કરવા બનાવવામાં આવી છે. આ ડિફેન્સ સિસ્ટમ કેટલીક બેટરીને કારણે ચાલે છે. આ બેટરી એટલે ચાર્જિંગ કરી શકાય તેવી બેટરી નહીં, પણ રોકેટને રોકનારા એક યૂનિટને બેટરી કહે છે. આ બેટરીમાં મુખ્ય રડાર, કન્ટ્રોલ સેન્ટર અને લોન્ચર એમ ત્રણ ભાગ છે. આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમને ઈઝરાયલની ફર્મ રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીએ બનાવી છે. 2006ના ઈઝરાયલ-લેબેનોન યુદ્ધ દરમિયાન હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હજારો રોકેટ છોડ્યા હતા. તેના પછી ઈઝરાયલે નવી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની ઘોષણા કરી હતી. જે બાદ ઈઝરાયલે આયરન ડોમ સિસ્ટમને વિકસાવી અને તે 2011માં પ્રથમવાર સર્વિસમાં આવી.

ઈઝરાયેલે

આયરન ડોમ સિસ્ટમ દ્વારા કોઈપણ રોકેટ કે મિસાઈલને ટ્રેક કરીને તેને રસ્તામાં જ નષ્ટ કરી દેવામાં આવે છે. રોકેટ ફાયર થતાંની સાથે જ રડાર એક્ટિવ થઈ જાય છે. રડાર એ રોકેટની સ્પીડ અને રસ્તાની જાણકારી મેળવે છે અને આ જાણકારી આગળ ફોરવર્ડ કરે છે. રડારથી સીધો મેસેજ કન્ટ્રોલ સેન્ટરને મળે છે. અહીં હાઈસ્પીડ કમ્પ્યૂટર હોય છે. કન્ટ્રોલ સેન્ટરમાં એ અંદાજ લગાવાય છે કે, રોકેટ ક્યાં પડવાનું છે?  કન્ટ્રોલ સેન્ટરથી લોન્ચરને મેસેજ મળે છે. આ લોન્ચર ઈન્ટરસેપ્ટર્સથી સજ્જ હોય છે.

સિગ્નલ મળતાં જ ઈન્ટરસેપ્ટર લોન્ચ થઈ જાય છે. ઈન્ટર્નલ રડાર અને કન્ટ્રોલ સેન્ટરની મદદથી આ ઈન્ટરસેપ્ટર દુશ્મનના રોકેટ સુધી પહોંચીને બ્લાસ્ટ થઈ જાય છે. આ ડિફેન્સ સિસ્ટમનો સક્સેસ રેટ 90 ટકાથી વધારે છે. એટલે કે, 100 પૈકી 90થી વધુ ટાર્ગેટનો હવામાં જ ખેલ ખતમ કરી નાખે છે. મહત્ત્વની વાત તો એ છે કે, ગમે તેવા વાતાવરણમાં તે કામ કરી શકે છે. એક હકીકત એવી પણ છે કે, એક રોકેટને નષ્ટ કરવાનો ખર્ચ રૂપિયા 37 લાખથી 65 લાખ જેટલો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!