GSTV
Home » News » ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

ઈઝરાયલની કોર્ટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારાને ભોજન માટે ફાળવવામાં આવતા સરકારી ભંડોળના દુરુપયોગ મામલે દોષી ઠેરવ્યા છે. આ કેસમાં નેતન્યાહૂના પત્નીએ પ્લી બાર્ગેઈન અંતર્ગત આરોપો ઘટાડવા પોતે જ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.

 સારા પર સરકારી ધનનો ઉપયોગ કરીને રેસ્ટોરામાંથી એક લાખ ડોલરનું ભોજન મંગાવવાનો આરોપ હતો. આ ઉપરાંત તેમના પર વડાપ્રધાન નિવાસમાં રસોઈયો ન હોવાથી બહારથી ભોજન મંગાવવું પડેલું તેવું ખોટું નિવેદન આપવાનો પણ આરોપ હતો. આ મામલે ગત વર્ષે જૂન મહિનામાં તેમના વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવને કારણે નેતન્યાહૂની રાજકીય કારકિર્દી પર પ્રભાવ પડવાની શક્યતા જણાઈ રહી છે. 

જેરુસલેમ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જસ્ટિસ એવિટલ ચેને ગુનો કબૂલ કરવાના બદલામાં આરોપો ઘટાડવાની મંજૂરી આપી હતી. આ કેસમાં સારા નેતન્યાહૂને દંડ પેઠે ૧૦ હજાર શેકેલ(૨,૮૦૦ ડોલર) ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે અને રાજ્ય કોષમાં નુકસાનીની ભરપાઈ પેઠે ૪૫,૦૦૦ શેકેલ (૧૨,૫૦૦ ડોલર) ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ સારા નેતન્યાહૂની વિનંતીને માન્ય રાખીને આ રકમ નવ હપ્તામાં ચુકવવા મંજૂરી આપવામાં આવી છે.  બેન્જામિન નેતન્યાહૂ પોતે પણ લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતને લગતા કેટલાક કેસનો સામનો કરી રહ્યા છે જેની સુનાવણી ઓક્ટોબર મહિનામાં થશે.

 તેમના પર પોતાના અબજોપતિ મિત્રો પાસેથી મોંઘી ભેટો સ્વીકારવાના અને પોતાના તરફી કવરેજના બદલામાં એક મુખ્ય અખબાર માટે લાભદાયી કાયદો લાવવાનું વચન આપવાનો આરોપ લાગેલો છે. અગાઉ ૨૦૧૬માં પણ ઘરના સફાઈ કામદાર સાથે ગેરવર્તણૂક બદલ સારાએ નુકસાની પેટે ૪૨,૦૦૦ ડોલર ચુકવવા પડયા હતા. હાલમાં અન્ય એક ભૂતપૂર્વ કર્મીએ પણ ખરાબ વર્તણૂક અને ત્રાસ આપવાના આરોપસર સારા સામે ૬૩,૦૦૦ ડોલરનો દાવો માંડેલો છે.

READ ALSO

Related posts

ભારતના પડોશી દેશમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનાં સળગ્યાં પૂતળાં, ચીનને આ જોઈને આવશે ચૂંક

pratik shah

રામ મંદિર માટે સરકાર થઈ સક્રિય : આ સપ્તાહમાં મોદી સરકાર લેશે નિર્ણય, આ વ્યક્તિઓનો ટ્રસ્ટમાં થશે સમાવેશ

Karan

પાકિસ્તાને LOC પર ભારે હથિયારોથી સાથે તૈનાત કર્યા SSG કમાન્ડો, ભારતીય સેના એલર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!