GSTV

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Last Updated on June 25, 2021 by Pritesh Mehta

ભારતમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે હવે ઈઝરાયેલે મદદ કરવાનું નક્કી કર્યું છે. ઈઝરાયેલના નિષ્ણાતો ભારતમાં આવીને ખેડૂતોને હાઈ ટેક ખેતી કરવાનું શીખવાડશે. ભારતના 75 ગામડાને આ માટેના પાયલોટ પ્રોજેકટ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં હરિયાણાના 30 ગામોનો તેમજ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ અને યુપીના પણ કેટલાક ગામડાઓને પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે.

કિસાન ખેડૂતો

ઈન્ડો ઈઝરાયેલ વિલેજ ઓફ એક્લેસન્સ સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવશે. જેમાં ઈઝરાયેલના નિષ્ણાતો ઉપરોક્ત રાજ્યોના પસંદ કરાયેલા ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે વાત કરશે. ભારતમાં હાલમાં 29 ઈન્ડો ઈઝરાયેલ સેન્ટર ઓફ એક્લેસન્સ સ્કીમ કાર્યરત છે અને ભવિષ્યમાં આવી 42 સ્કીમો શરૂ કરવાની યોજના છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની સ્કીમ હેઠળ ભારતમાં શાકભાજી અને ફળોની ખેતીનું ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક ડબલ કરવાનો છે. હાલમાં ખેડૂતો પરંપારગત રીતે ખેતી કરે છે. જેમાં મહેનત વધારે લાગે છે અને ખર્ચ પણ વધારે આવે છે. જેનાથી આવક પર અસર પડે છે.

રોબોટ

ઈઝારાયેલી નિષ્ણાતો ખેડૂતોને તાલીમ આપશે અને બતાવશે કે કયા પ્રકારે ખેતી કરવાથી ઉત્પાદન વધી શકે છે. આ માટે સિંચાઈ અને ક્રોપ મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનું શીખવાડવામાં આવશે. તેમાં ઓર્ગેનિક ફાર્મિંગનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલમાં હાઈટેક ટેનિકથી હોર્ટિકલ્ચરની સંખ્યાબંધ વેરાઈટી તૈયાર કરાઈ છે.

વરસાદ

2008માં ખેતીવાડી માટે પહેલા સંયુક્ત પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી.તે વખતે ત્રણ વર્ષના એક્શન પ્લાન માટે કરાર થયા હતા. એ પછી આ યોજના 2015 સુધી વધારવામાં આવી હતી. ભારતે ઈઝરાયેલ સરકાર પાસે માંગ કરી હતી કે, ઈઝરાયેલ ખેતીની અત્યાધુનિક ટેકનિકમાં મદદ કરે. હવે આ પ્લાનને એક્સલેન્સ સેન્ટર તરીકે આગળ વધારવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!