GSTV

અજાયબી / ઇઝરાયલે કરી કમાલ, ડ્રોન દ્વારા આખા શહેરમાં મોકલ્યા આઈસ્ક્રીમ અને બીયર

Last Updated on October 12, 2021 by Vishvesh Dave

ફાઇટર ડ્રોન એરક્રાફ્ટ બનાવવામાં નિષ્ણાત ઇઝરાયલે વધુ એક પરાક્રમ કર્યું છે. સોમવારે ઇઝરાયેલના તેલ અવીવ શહેર ઉપર ડઝનેક ડ્રોન આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આ ડ્રોન વિમાનોએ સમગ્ર શહેરમાં આઈસ્ક્રીમ, બીયર અને સુશી (ખાસ પ્રકારે રાંધેલા ચોખા) પોંહચાડયા હતા. નેશનલ ડ્રોન ઇનિશિયેટિવ, ઇઝરાયેલમાં એક સરકારી કાર્યક્રમ દ્વારા એક એવા વિશ્વની તૈયારી કરવા માટે એક કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યંત ભીડ વાળી શહેરની સડકો પર દબાણને હળવું કરવા માટે ડ્રોનની મદદથી મોટા પ્રમાણમાં વ્યાપારી પુરવઠો પરુનો પાડી શકાય.

બે વર્ષના કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સ્થાપવા માટે ઇઝરાયેલી ડ્રોન કંપનીઓની ક્ષમતાઓનો ઉપયોગ કરવાનો છે. આ અંતર્ગત ગ્રાહકો માલ મંગાવી શકે છે અને તેમને નિયત સ્થળે પહોંચાડી શકાય છે. આઠ તબક્કાના પ્રોજેક્ટનો આ ત્રીજો તબક્કો છે અને તે હજુ પણ પ્રારંભિક અવસ્થામાં છે. આ પ્રોજેક્ટ સામે હજુ પણ ઘણા સુરક્ષા અને લોજિસ્ટિક્સ સંબંધિત પ્રશ્નો છે. ઇઝરાયેલ ફાઇટર ડ્રોન એરક્રાફ્ટ બનાવવામાં નિષ્ણાત છે

આ ડ્રોન પહેલમાં ભાગ લેનાર ઇઝરાયલ ઇનોવેશન ઓથોરિટીના ડેનીલા પાર્ટેમે જણાવ્યું હતું કે, “આ વર્ષની શરૂઆતમાં ડ્રોનનું 700 વખત ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે તે સંખ્યા વધીને 9,000 થઈ ગઈ છે.” ઇઝરાયેલ ડ્રોન ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રેસર છે અને તેની કુશળતા એક ઉચ્ચ તકનીકી સૈન્ય છે. ડ્રોન પહેલમાં ભાગ લેનાર 16 કંપનીઓમાંથી ઘણી કંપનીઓ સૈન્ય સાથે સંબંધ ધરાવે છે. પાર્ટેમના જણાવ્યા અનુસાર, આ પહેલ 2020 ની શરૂઆતમાં કોવિડ -19 ને કારણે તબીબી પુરવઠાના પરિવહન પર અસરથી પ્રેરિત હતી. પ્રારંભિક તબક્કામાં ડ્રોન્સનો ઉપયોગ દવાઓ અને લોહીના પ્લાઝ્માના પરિવહન માટે કરવામાં આવતો હતો.

તમને જણાવી દઇએ કે ઇઝરાયેલ ફાઇટર ડ્રોન એરક્રાફ્ટ બનાવવામાં નિષ્ણાત છે અને આ ડ્રોને આર્મેનિયા સાથેના યુદ્ધમાં અઝરબૈજાનને ઘણી મદદ કરી હતી. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ લદ્દાખમાં પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભારતે ઇઝરાયલ પાસેથી 4 હેરોન માર્ક -2 ડ્રોન ખરીદ્યા છે. ભારત પહેલેથી જ હેરોન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે પરંતુ આ 4 ડ્રોન અપગ્રેડ વર્ઝન છે અને તેમાં લેસર ગાઈડેડ બોમ્બ અને મિસાઈલ પણ લગાવી શકાય છે. માનવામાં આવે છે કે ભારત આ ડ્રોનને લદ્દાખમાં તૈનાત કરશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇઝરાયલી ડ્રોન વિમાનો માટે કરાર થયો હતો, પરંતુ કોરોના સંકટને કારણે વિમાનો મળી શક્યા નથી. હવે ઇઝરાયેલ આગામી બે થી ત્રણ મહિનામાં બે હેરોન માર્ક 2 ડ્રોન વિમાન આપી શકે છે. વર્ષના અંત સુધીમાં વધુ બે ડ્રોન વિમાનો મળી શકે છે.

ALSO READ

Related posts

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!