GSTV

ડ્રોન સેના તૈયાર/ હમાસ માટે કાળ બનેલા સ્વાર્મ ડ્રોનનો ઉપયોગ થયો ગાઝા પટ્ટી પર, દુનિયામાં યુદ્ધની પરિભાષા બદલાશે

Last Updated on July 2, 2021 by Pritesh Mehta

હમાસ માટે કાળ બનેલા ઈઝરાયલે હવે સ્વાર્મ ડ્રોનનો ઉપયોગ ગાઝા પટ્ટી પર કર્યો છે. ઈઝરાયલની આ ડ્રોન સેનાથી હમાસમાં ફફડાટ ફેલાયો છે. ઈઝરાયલે સ્વાર્મનો ઉપયોગ કરી દુનિયામાં યુદ્ધની પરિભાષા પણ બદલી છે. ઈઝરાયલે દુનિયામાં પહેલીવાર કોઈ સૈન્ય કાર્યવાહીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયલના આ પગલાથી એવું માનવામાં આવી રહ્યુ છે કે,  ભવિષ્યમાં થનારા યુદ્ધનો નક્શો પણ ઈઝરાયલ બદલી નાખશે.

ઈઝરાયલે ગાજા પટ્ટીમાં હમાસ સામે સૈન્ય કાર્યવાહીમાં આર્ટિફિશિયલ યુક્ત સ્વાર્મ ડ્રોનનો ઉપયોગ કર્યો. ઈઝરાયલે આ ઓપરેશન દરમ્યાન ગાજા પટ્ટીમાં ઘુસ્યા વગર પોતાના ટાર્ગેટને શોધી સફળતાપૂર્વ ખતમ કર્યા. આ પ્રકારના હાઈબ્રિડ વોર અંગે ઈઝરાયલનું કહેવું છે કે, યુદ્ધમાં પહેલીવાર એઆઈ ટેકનોલોજિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ રડારની સૂચનાના આધારે રોકેટની દિશા નક્કી કરવા માટે કર્યો. આવી સ્થિતીમાં ગાઝાપટ્ટી પર ઉડી રહેલા ઈઝરાયલના એઆઈ ડ્રોન હમાસ માટે કાળ બની શકે છે. ઈઝરાયલના આ પ્રકારના હુમલાથી હમાસના મિસાઇલ લોન્ચિંગ પેડ પહેલાથી તબાહ થઈ જશે. આમ થવાથી ઈઝરાયલને પોતાની એર ડિફેન્સ માટે વધારે ખર્ચ કરવાની જરૂર નહીં પડે.

ડ્રોન

ઈઝરાયલને એઆઈ ડ્રોનની શા માટે જરૂર પડી તે પણ સૌથી મોટો સવાલ છે. મે માસમાં હમાસે ઈઝરાયલ પર 4 હજાર રોકેટ છોડી હુમલો કર્યો હતો. તેની જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે આયરન ડોમ સિસ્ટમ એક્ટિવ કરી હમાસના 90 ટકા રોકેટને હવામાં તબાહ કર્યા હતા. ઈઝરાયલે ગાજાપટ્ટી પર સટીક હુમલા માટે હ્યૂમન ઈન્ટેલિજેન્સ અને ભૌગોલિક જાણકારી દ્વારા ગાજાપટ્ટીનો થ્રી-ડી નકશો તૈયાર કર્યો છે. આ નકશો હમાસના રોકેટ લોન્ચિંગ પેડની સરળતાથી ઓળખ કરી શકે છે.  ઈઝરાયલની સેનાને ગાજામાં જવાની ફરજ પડે તો એઆઈ સિસ્ટમથી બનેલા ડ્રોન સેના માટે સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ કરાવી શકે છે.

સાઉદી

એક કરતા વધારે ડ્રોન સાથે મળી મિશનને અંજામ આપે ત્યારે આ સિસ્ટમને સ્વાર્મ ડ્રોન ટેકનોલોજિ કહેવામાં આવે છે. જેની અંદરથી અનેક નાના-નાના ડ્રોન નિકળે છે. આ ડ્રોન અલગ-અલગ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. મોટા ભાગના ડ્રોન દુશ્મનની એન્ટી એરક્રાફ્ટ ગન કે મિસાઈલ પર બેઅસર સાબિત થાય છે. આ ડ્રોન દુશ્મનના ઠેકાણા પર આત્મઘાતી હુમલો કરવાની પણ તાકાત ધરાવે છે. વજનમાં હળવા અને હાઈટેક સિસ્ટમથી લેસ ડ્રોન સટીક ટાર્ગેટને ભેદી શકે છે.  સ્વાર્મ ડ્રોન દુશ્મન દેશના વિસ્તારમાં ઘૂસી એર ડિફેન્સ સિસ્ટમ અને રડારને પણ દગો આપી શકે છે.  સ્વાર્મ ડ્રોન કદમાં નાના હોવાના કારણે રડારમાં પણ આવી શકતા નથી. જે દુશ્મન દેશના વિસ્તારમાં 50 કિલોમીટર સુધી અંદર જઈ શકે છે. ડ્રોનમાં બંદૂક કે બોમ્બ પણ લગાવી શકાય છે. કદમાં નાના હોવાના કારણે સ્વાર્મ ડ્રોન થોડી માત્રામાં સેનાનો સામાન એરલિફ્ટ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!