GSTV

સીરીયા: ઈરાનના 12થી વધુ સૈન્ય ઠેકાણા પર ઈઝરાયલનો હુમલો

Last Updated on May 10, 2018 by

ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી અમેરિકાના હટ્યા બાદ મધ્ય એશિયામાં નવેસરથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ શરૂ થઈ ચુક્યો છે. સીરિયામાં ઈઝરાયલ અને ઈરાન આમને-સામને આવી ચુક્યા છે. સીરિયાના દાવા મુજબ ઈઝરાયલના મિસાઈલ હુમલામાં આઠ ઈરાની નાગરિકો સહીત 15નાં મોત નિપજ્યાં છે. ઈઝરાયલનો આરોપ છે કે ઈરાની સુરક્ષાદળોએ સીરિયાની સરહદ પર તેમને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

ઈઝરાયલે સીરીયામાં ઈરાનના 12થી વધુ સૈન્ય ઠેકાણાઓને ઉડાવી દીધા છે. ઈઝરાયલ સૈન્ય મુજબ, ઈરાને સીરીયાથી આગળ ગોલન હાઈટ્સમાં રોકેટ હુમલો કર્યો હતો.  જેના જવાબમાં સેનાએ તેના સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો છોડી હતી. અગાઉ ઈઝરાયલ જણાવી ચૂક્યું છે કે જો સીરીયાએ ઈરાનને પોતાની જમીનનો ઉપયોગ કરવા પર રોક ના લગાવી તો અમે રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસદને ખત્મ કરી નાખીશું.

ખાનગી ઠેકાણાઓને ઉડાવ્યા

ઈઝરાયલી સેના મુજબ, સેનાએ સીરીયામાં ઈરાની સેનાના ખાનગી ઠેકાણાં, હથિયારોનો ભંડાર અને સૈન્ય સંચાલનના વિસ્તારને નિશાન બનાવ્યું. આ હુમલામાં ઘણાં એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ થયા છે. આ દરમ્યાન અમારા કોઈ પણ ફાઈટર પ્લેનને નુકસાન પહોંચ્યુ નથી.

ઈઝરાયલી પીએમ નેતન્યાહુનો દાવો

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારનો દાવો છે કે ઈઝરાયલ અધિકૃત ગોલન હાઈટ્સમાં સીરિયા સાથેની સરહદ પર તેમના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 20 રોકેટ અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. તો સીરિયા દ્વારા પણ ઈઝારયલ પર મિસાઈલ હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ હુમલો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના રશિયા પ્રવાસ દરમિયાન થયો છે. નેતન્યાહૂએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન સાથેની મુલાકાત બાદ ઈઝરાયલને ઈરાનથી પતાની સુરક્ષા કરવાનો પુરો અધિકાર છે. તો સીરિયાનો દાવો છે કે તેની રાજધાની દમાસ્કસ પાસે ઈઝરાયલે હુમલો કર્યો છે.

સીરિયાના સરકારી મીડિયાનો દાવો છે કે દમાસ્કસની બહારની સરહદ પર થયેલા ઈઝરાયલના હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા 15ની થઈ છે. તેવામાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અશદના ટેકેદાર સીરિયા બહારના સૈનિકો સહીતના આઠ ઈરાની નાગરિકો સામેલ છે. તો સીરિયાની સરકાર સમર્થિત સેનાએ દમાસ્કસ નજીક એક જિલ્લામાં બે ઈઝરાયલી મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો છે.

સીરિયાની સરકારી એજન્સીઓ પ્રમાણે ઈઝરાયલ તરફથી કિસ્સવેહ જિલ્લામાં કરવામાં આવેલા હુમાલમાં બે મિસાઈલોને વાયુ સુરક્ષા સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી છે.

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

સ્પષ્ટતા પાછળ ડ્રેગનની લુચ્ચાઈ? નવા સરહદ કાયદા પર લગાવવામાં આવતા ક્યાસ ખોટા, નહીં થાય જૂની સંધિઓ પર કોઈ અસર : ચીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!