GSTV
News Trending World

ભારતના જીગરી દોસ્તે બનાવી ‘લેસર શિલ્ડ’, ફક્ત 160 રૂપિયામાં મિસાઈલોને કરશે તબાહ

આક્રમક મિસાઇલને તોડી પાડવા માટે ઇઝરાયલ અત્યારે જે સીસ્ટીમ વાપરે છે તે આવાં પ્રોજેક્ટાઇલ્સને દૂર કરવામાં વપરાય છે પરંતુ તેમાં હજારો લાખો ડોલરનો ખર્ચ થાય છે તેથી ઇઝરાયલને, લેસર આધારિત એર ડીફેન્સ સીસ્ટીમ બનાવી છે તે આક્રમક રૉકેટ કે મિસાઇલને માત્ર ૨ ડોલરના ખર્ચે જ તોડી પાડી શકે તેમ છે.

આ લેસર આધારિત એર ડિફેન્સ સીસ્ટીમ ઇઝરાયલ આગામી વર્ષથી અમલમાં મુકવા માંગે છે. તેથી દુશ્મનના મિસાઇલ્સ રોકેટસ, કે ડ્રોન્ઝ ખતમ થઈ શકશે તેમ વડાપ્રધાન નફતાબી બેનેરે આજે (બુધવારે) જણાવ્યું હતું.

ઇઝરાયલ અત્યારે જે શૂટ ડાઉન સીસ્ટીમનો ઉપયોગ કરે છે, ઇન્ટર સેપ્ટર મિસાઇલ્સ પ્રોજેક્ટાઇલ્સના ટ્રેસ કરવા માટે વપરાય છે પરંતુ તેમાં હજારો નહી લાખ્ખો ડોલરનો ખર્ચ થાય છે. આ આયર્ન બીમ સીસ્ટમ જે લેસર બીમનો ઉપયોગ કરે છે તે સુપર હીટ દ્વારા આકાશી ધમકીઓને ખતમ કરી શકે તેમ છે.

આ સીસ્ટીમ ૨૦૧૩માં કાર્યરત થઈ હતી તેમ બેનેટે કહ્યું હતું, ‘આ સીસ્ટીમ ગેઇમ ચેન્જર બની રહેશે’ તેમ કહેતા બેનેટે જણાવ્યું હતુંકે તે માત્ર શત્રુની ઉપર સેનાકીય દ્રષ્ટિએ જ પ્રહાર કરનાર નથી પરંતુ તે શત્રુને નાદાર બનાવી શકે તેમ છે. બેનેટે તેઓની સરકાર હસ્તકની રાફેલ એડવાન્સ ડીફેન્સ સીસ્ટીમ્સની મુલાકાત સમયે આ કથન કર્યું હતું.

તે સર્વવિદિત છે કે પેલેસ્ટાનિયન અને લેબેનીઝ દળોએ હજી સુધીમાં ઇઝરાયેલ ઉપર હજારો રોકેટ્સ મોર્ટાર બોમ્બસ ફેંક્યા હતા તેમજ ઇઝરાયેલ ઉપર ડ્રોન વિમાનો પણ ઉડાડયા હતા જે ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. ઇરાનના પીઠબળથી તેમણે સરહદ નજીક ડ્રોન તથા ફાઇટર જેટ્સ ઉડાડયા હતા.

આ ઘટનાઓને નજરમાં રાખીને બેનેટે જણાવ્યું હતું કે હજી સુધી દરેક રોકેટ્સને ઇન્ટરસેપ્ટ કરવામાં ઘણો બધો ખર્ચ થયો હતો પરંતુ આ લેસર બીમ માટે તો અમારે માત્ર બે ડોલર જ ઇલેક્ટ્રિસીટી માટે ખર્ચવા પડશે તે દ્વારા રોકેટ્સ કે ડ્રોન્સ વગેરે ઇન્ટરસેપ્ટ થઈ શકશે. આ રોકેટસ દુશ્મનોને તો મોંઘા જ નીવડે જે તૂટતા તેને આર્થિક ફટકો પણ પડે.

MUST READ:

Related posts

નાણા ધિરનારા સાવધાન/ ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ વ્યાજ લઈ શકાશે નહીં, RBIની સુધારેલી માર્ગદર્શિકાનો આજથી કરાશે અમલ

HARSHAD PATEL

ક્રિકેટ / BCCIએ ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોની કરી નિમણૂક, આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન

Hardik Hingu

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth
GSTV