ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના તે સુચનને ફગાવી દીધું, જેમાં બાઈડને નેતન્યાઆહુને વિવાદિત ન્યાયતંત્ર સુધાર પ્રક્રિયામાંથી પાછળ હટવા અને તેની પર બીજી વખત વિચાર કરવા માટે કહ્યું હતું. નેતન્યાહૂએ બાઈડન પર વળતો પ્રહર કરતા કહ્યું ઈઝરાયલ પોતાનો નિર્ણય લોકોની ઈચ્છા મુજબ લે છે. ઈઝરાયલ કોઈ પણ નિર્ણય વિદેશી દબાણના આધારે લેતુ નથી. પછી ભલે તે એક ખાસ મિત્ર કેમ ન હોય.

અમેરિકાને ઈઝરાયલનો સહયોગી દેશ ગણવામાં આવે છે
ન્યાયતંત્રમાં સુધારાની પ્રક્રિયાના કાયદાને લઈને ઈઝરાયલમાં જોરદાર બબાલ થઈ રહી છે. આ કાયદા સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા બાઈડને કહ્યું હતું કે નેતન્યાહૂએ આ વિવાદિત ન્યાયિક સુધારા કાયદાને પાછળ હટાવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે સખ્ત વિરોધની વચ્ચે નેતન્યાહૂ તેને ચાલુ રાખી શકે નહિ. સમગ્ર દેશમાં થઈ રહેલા વ્યાપક વિરોધને જોતા અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિથી બચવા માટે નેતન્યાહૂએ આ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
READ ALSO…
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો