GSTV

ઈઝરાયલે ઈરાનનાં પરમાણું ઠેકાણાઓનો કર્યો નાશ! ફાઈટર જેટે મિસાઈલ બેસને બોમ્બથી ઉડાવી

Last Updated on July 4, 2020 by Mansi Patel

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલએ ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. પહેલા ઈઝરાયેલે ઈરાન પર સાયબર એટેક કર્યો છે. જેનાથી ઈરાનની કોમ્પ્યુટર સિસ્ટમ ખોરવાઈ જતા તેમાં બ્લાસ્ટ થયા છે. આ એક યુરેનિયમ એનરિચમેન્ટ સેન્ટર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. ઈઝરાયેલ આટલેથી જ અટ્ક્યુ નથી. ઈઝરાયેલની એરફોર્સ પણ એકશનમાં આવી છે.

અમેરિકાએ તાજેતરમાં ઈઝરાયેલને આપેલા એફ-35 ફાઈટર જેટ્સની મદદથી ઈરાનના પર્ચિન વિસ્તારમાં આવેલા મિસાઈલ બનાવતા સ્થળ પર હુમલો કરીને તેને તબાહ કરી નાંખ્યુ છે. કુવેતના અખબારના અહેવાલ પ્રમાણે ગયા સપ્તાહે આ ઘટના બની હતી.ઈઝરાયેલના હેકર્સે ઈરાનના નતાંજ યુરેનિયમ એનરિચમેન્ટ સેન્ટરને સાયબર એટેકથી નુકસાન પહોંચાડ્યુ છે.

આ સેન્ટર જમીનની અંદર છે.જેનાથી હવે ઈરાનનો ન્યુક્લિયર પ્રોજેક્ટ બે મહિના પાછળ ધકેલાઈ ગયો છે. ઈઝરાયેલના ફાઈટર જેટસે પણ ઈરાનના એક સ્થળ પર બોમ્બ મારો કર્યો છે.ઈઝરાયેલ પહેલેથી કહી રહ્યુ છે કે, ઈરાન પોતાના હથિયાર અને મિસાઈલ્સ ઈઝરાયેલ વિરોધી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને સપ્લાય કરી રહ્યુ છે. જોકે ઈઝરાયેલે આ મીડિયા રિપોર્ટને સમર્થન આપ્યુ નથી.તો બીજી તરફ ઇરાને પણ ઇઝરાયેલ અને અમેરિકાને વળતો જવાબ આપવાની ધમકી આપી છે.

READ ALSO

Related posts

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt

અગત્યનું/ ગુજરાતના ૧૭ હજાર વિદ્યાર્થી માટે મોટા સમાચાર: આ તારીખે GTU દ્વારા યોજાશે ડિપ્લોમા,UG-PGની ઓફલાઈન પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!