GSTV
Gujarat Government Advertisement

વાહ! આ દેશમાં ઇન્ટરનેટ સૌથી સસ્તુ, માત્ર 4 રૂપિયામાં મળે છે 1GB ડેટા, જાણો ભારતમાં ચુકવવી પડે છે કેટલી કિંમત

ઇન્ટરનેટ

Last Updated on April 17, 2021 by Bansari

ભારતનો સમાવેશ હવે સૌથી સસ્તું ઈન્ટરનેટ પુરું પાડનારા દેશમાં નથી થતો. કંપનીઓએ ડેટાનો ભાવ વધાર્યો એટલે સૌથી સસ્તું ઈન્ટરનેટ આપનારા દેશોના લિસ્ટમાં ભારતનો ક્રમ ૨૮મો નોંધાયો છે. ભારતમાં ડેટાનો એવરેજ ભાવ ૦.૬૮ ડૉલર (૫૦ રૂપિયા) નોંધાયો છે. બ્રિટિશ કંપની કેબલે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેણે રિપોર્ટ માટે ભારતમાં ઉપલબ્ધ વિવિધ કંપનીઓના ૫૮ ડેટા પ્લાનની વિગતો તપાસી સરેરાશ આંક રજૂ કર્યો હતો.

ઇન્ટરનેટ

રિપોર્ટ પ્રમાણે ભારતમાં અમુક પ્લાન હેઠળ સસ્તો ડેટા માત્ર ૦.૦૫ ડોલર (૪ રૂપિયા)માં મળે છે, જ્યારે સૌથી મોંઘો ડેટા ૨.૭૩ ડૉલર (૨૦૩ રૂપિયા) નોંધાયો હતો.

ઈક્વેટોરિયલ ગુયાના દેશમાં નેટ સૌથી મોંઘુ, એક જીબી ડેટાનો ભાવ 3700 રૂપિયા!

ભારતમાં ૨૦૨૦માં ડેટાનો સરેરાશ ભાવ ૦.૦૯ ડૉલર (૬.૭૦ રૂપિયા) હતો. તેમાં આ વર્ષે સાડા સાત ગણો વધારો થયો છે. સૌથી સસ્તો ડેટા ઈઝરાયેલમાં છે. ત્યાં સરેરાશ ભાવ ૦.૦૫ ડૉલર છે. એ પછી બીજો ક્રમ કિર્ગિઝસ્તાનનો છે. ભારતમાં તો પણ અનેક દેશોની સરખામણીએ ડેટા સસ્તો છે અને તેનું કારણ રિલાયન્સ જીઓનું આગમન છે. ડેટાનો વિશ્વમાં સરેરાશ ભાવ તો ૪.૨૧ ડૉલર (૩૧૩.૬૦ રૂપિયા) છે. રિપોર્ટમાં કુલ ૨૩૦ દેશોના ઈન્ટરનેટ પ્લાનની વિગતો રજૂ કરવામાં આવી હતી. સૌથી મોંઘુ ઈન્ટરનેટ ઈક્વેટોરિયલ ગુયાના દેશમાં નોંધાયુ છે. ત્યાં ડેટાનો ભાવ ૪૯.૬૭ ડૉલર (૩૭૦૦ રૂપિયા) નોંધાયો છે.

બીજી તરફ વિશ્વમાં પાંચ વર્ષ દરમિયાન સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા ડબલ થઈ હતી. બાયશેરના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૫માં જગતમાં સ્માર્ટફોન યુઝર્સ ૩ અબજ હતા, એ ૨૦૨૦માં વધીને ૬.૧ અબજ થયા છે. એ સિવાય સાદા ફોનની સંખ્યા તો અલગ. સ્માર્ટફોન લોકોના જીવનનું લગભગ અનિવાર્ય અંગ બનતો જાય છે. ૨૦૨૦ના આંકડા મુજબ ચીન ૯૧.૨ કરોડ સ્માર્ટફોન યુઝર્સ સાથે પહેલા ક્રમનો દેશ છે.

ઇન્ટરનેટ

સૌથી મોંઘુ ઈન્ટરનેટ

દેશ૧ જીબીનો
ભાવ (રૂ.)
ઈકેવેટોરિયલ ગુયાના૩૭૦૦
ફાલકાલેન્ડ૩૩૧૯
સેન્ટ હેલેના૨૯૫૫
સાઓ ટોમ૨૩૦૬
માલાવી૧૮૯૬

દેશ 1 જીબીનો 

દેશ૧ જીબીનો
ભાવ (રૂ.)
ઈઝરાયેલ૩.૭૨
કિર્ગિઝસ્તાન૧૧
ફિજી૧૪
ઈટાલી૨૦
સુદાન૨૦
ઇન્ટરનેટ

સૌથી વધારે સ્માર્ટફોન યુઝર્સ ધરાવતા દેશો

દેશફોન સંખ્યા (કરોડ)
ચીન૯૧.૨
ભારત૪૩.૯
અમેરિકા૨૭
ઈન્ડોનેશિયા૧૬
બ્રાઝિલ૧૦.૯
રશિયા૯.૯૯
જાપાન૭.૫૭
મેક્સિકો૭.૦૧
જર્મની૬.૫૨
વિએટનામ૬.૧૩

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!