GSTV
World ટોપ સ્ટોરી

વિશ્વના આ દેશે પોતાના શાહી મહેમાનને બૂટમાં જમવાનું પિરસ્યું

સામાન્ય રીતે ભારતમાં લોકો પોતાના પગરખા ઘરમાં પહેરીને ફરવાનું પસંદ કરતા નથી. દરેક ઘરમાં જૂતા બહાર ઉતારીને જ અંદર આવવાની પ્રથા છે. પરંતુ એક એવો પણ દેશ છે કે જેણે પોતાના શાહી મહેમાનને પગરખા એટલે કે બૂટમાં જમાવાનું પિરસ્યુ.આ ઘટના બની છે જાપાનના વડાપ્રધાનની સાથે.

જાપાનના વડાપ્રધાન શિંજો આબે ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના પ્રવાસે ગયા હતા આ પ્રવાસમાં તેમની પત્ની પણ સામેલ હતી. આ પ્રવાસ દરમ્યાન ઈઝરાયેલમાં તેમની સાથે એવી ઘટના બની કે જેની ભારે નિંદા થઈ રહી છે.જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને તેમની પત્નીને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અને તેમની પત્ની સારા નેતન્યાહૂ સાથે બીજી મેના રોજ શાહી ડિનરનું આમંત્રણ હતુ. વડાપ્રધાન નિવાસસ્થાને ઈઝરાયેલના વડાપ્રધાન અને તેમની પત્નીએ જાપાનના વડાપ્રધાન અને તેમની પત્નીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ.અને ઔપચારિક ચર્ચા વિચારણા થઈ.અહી સુધી તો બધુ રૂટિન હતુ પરંતુ જ્યારે ચારેય મહાનુભાવો શાહી ભોજન માટે જમવાના ટેબલ પર એક્ઠા થયા ત્યારે જે ઘટના બની તેને લઈને ભારે ચર્ચા જાગી છે.

CRICKET.GSTV.IN

ઈઝરાયેલના પ્રખ્યાત શેફ મોશ સેગેવે ડિનરના અંતે ડેઝર્ટને ચોકલેટ ધાતુથી બનેલા એક જૂતામાં રાખીને ટેબલ પર મુક્યુ. મોશે નેતન્યાહૂના પર્સનલ શેફમાંથી એક છે. આ ડિનર ટેબલની તસવીરો બહાર આવ્યા બાદ વિવાદ શરૂ થયો છે. હકિકતમાં જાપાનની સંસ્કૃતિમાં જૂતાને અપમાનજનક ગણવામાં આવે છે. જાપાનની સંસ્કૃતિ અનુસાર જાપાની લોકો માત્ર ઘરોમાં જ નહી, પરંતુ ઓફિસમાં પણ જૂતા બહાર કાઢીને જાય છે. એટલું જ નહીં વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ પણ પોતાની ઓફિસમાં જૂતા પહેરીને પ્રવેશ નથી કરી શકતા.

જ્યારે આબેને ટેબલ પર ડેઝર્ટ જૂતામાં રાખીને પીરસાયુ તો આબેએ ખચકાટ વગર ખાઈ લીધુ પરંતુ ત્યાં હાજર જાપાન અને ઈઝરાયેલના ડિપ્લોમેટને આ વાત પસંદ ન આવી.એક જાપાની ડિપ્લોમેટે આ ઘટનાની નિંદા કરતા કહ્યુ કે વિશ્વમાં આવી કોઈ સંસ્કૃતિ નથી જેમાં જૂતાને ટેબલ પર રાખીને ખાવામાં આવે.જો આ મજાક હતો તો અમને આ મજાક પસંદ નથી.અમે અમારા વડાપ્રધાન સાથે થયેલા આવા વ્યવહાર સામે નારાજ છીએ. તો બીજી તરફ ઈઝરાયેલના વિદેશ વિભાગે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યુ કે અમારા શેફ ખૂબ જ ક્રિએટીવ છે અને અમે તેમના કામની પ્રશંસા કરીએ છીએ. આવી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર ફરતી થતાં અનેક પ્રકારની પ્રતિક્રિયા આવી. જેમાં કેટલાકે લખ્યું કે શાહી ભોજન દરમ્યાન મહેમાનની સંસ્કૃતિ વિશે માહિતી મેળવી લેવી જોઈએ.

Related posts

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda

ધારાસભ્યનો ખુલાસો / હું આજીવન કોંગ્રેસી છું-રહીશ, કેસરીયો ખેસ પહેરવા પર મુક્યું પૂર્ણવિરામ

Hardik Hingu
GSTV