GSTV
Gujarat Government Advertisement

તંગદિલી/ ઈઝરાયેલના હુમલામાં 9 બાળકો સહિત 26 લોકોનાં મોત, હમાસે વળતો હુમલો કરતાં તબાહી મચી

ઈઝરાયેલે

Last Updated on May 12, 2021 by Karan

ઇઝરાયેલની સેનાએ આજે સવારે ફરીથી ગાઝા પર હવાઇ હુમલા કર્યા હતાં. ઇઝરાયેલની સેનાએ આજે હમાસના ફિલ્ડ કમાન્ડરના ઉંચા મકાનને નિશાન બનાવી હવાઇ હુમલા કર્યા હતાં. હમાસ દ્વારા ૨૫૦થી વધુ રોકેટ ઇઝરાયેલમાં છોડવામાં આવ્યા પછી ઇઝરાયેલની સેના દ્વારા ગાઝામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઇઝરાયલ

ઉલ્લેખનીય છે કે જેરૂસલેમમાં છેલ્લા ઘણા સમયથી ઇઝરાયેલની સેના અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે તંગદિલી ચાલી રહી હતી. સોમવારથી સવારથી લઇને અત્યાર સુધીમાં ઇઝરાયેલ સેનાના હવાઇ હુમલાઓમાં અત્યાર સુદીમાં ૯ બાળકો સહિત ૨૬ પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે. જો કે ઇઝરાયેલે દાવો કર્યો છે કે મૃતકો પૈકી ૧૫ આતંકીઓ છે.

દક્ષિણ ઈઝરાયેલમાં 5000 સૈનિક તૈનાત

ઈઝરાયેલ

હમાસે કરેલા રોકેટમારામાં ઇઝરાયેલના છ નાગરિકો ઘાયલ થયા છે અને એક ઇમારતને નુકસાન થયું છે. ઇઝરાયેલની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્તમાન તંગદિલીને ધ્યાનમાં રાખી ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન બેન્ની ગેટ્ઝે વધુ દક્ષિણ ઇઝરાયેલમાં વધુ ૫૦૦૦ સેનિકો તૈનાત કરવા આદેશ આપ્યો છે.

સોમવાર રાતે પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલી સુરક્ષા દળો વચ્ચે મોટા પ્રમાણમાં અથડામણ થઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અથડામણમાં ૭૦૦ પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે. જેમાં ૫૦૦ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તંગદિલી વચ્ચે અરબ દેશોના હજારો મુસ્લિમોએ ઇઝરાયેલ સેનાની કાર્યવાહીની નિંદા કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!