GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ઈઝરાયલે ઈરાકમાં કરી એર સ્ટ્રાઈક, હથિયાર ડેપો પર વરસાવ્યા બોમ્બ

સીરિયા બાદ હવે ઈઝરાયલે ઈરાકમાં ઈરાન સમર્થિત અર્ધસૈનિક બળોના ઉપયોગવાળા એક હથિયાર ડેપો પર બોમ્બ વરસાવ્યા હતા. અમેરિકન સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પાછલા મહિને ઈઝરાયલે ઉત્તરી બગદાદ સ્થિત એક હથિયાર ડેપોને નિશાન બનાવ્યુ હતુ. ઈઝરાયેલ પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહૂએ પાછલા દિવસોમાં આ વાતનો સંકેત આપ્યો હતોકે, ઈઝરાયલે ઈરાકમાં ઈરાન સમર્થિત અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી.

અમેરિકાના અધિકારીઓએ ઈરાકમાં હથિયાર ડેપો પર ઈઝરાયેલ એર સ્ટ્રાઈકની પુષ્ટિ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુકે, ઈઝરાયેલે રાજધાની બગદાદના ઉત્તરમાં સ્થિત અર્ધસૈનિક બળ હશીદ અલશાબીનાં એક હથિયાર ડેપોને એરસ્ટ્રાઈકમાં ટાર્ગેટ કર્યુ હતુ.

હુમલામાં જાનમાલને કેટલું નુકસાન થયુ છે તેની કોઈ જાણકારી મળી નથી. ન્યૂયોર્ક ટાઈમ્સે બે અમેરિકન અધિકારીઓનાં હવાલાથી કહ્યુ હતુકે, હાલનાં દિવસોમાં ઈઝરાયેસ ઈરાકમાં ઘણી એરસ્ટ્રાઈક કરી છે. હશીદ અલશાબીના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહંદિસ આ હુમલા માટે સીધી રીતે અમેરિકાને જવાબદાર ગણાવ્યુ છે. મુહંદિસને અમેરિકાના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. હશીદ અલશાબીના ચીફ ફલાહ અલ-સૈયદે કહ્યુકે, મામલાની તપાસ ચાલી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાત ATSને મળી સફળતા, ચાણોદમાં કરોડોની લૂંટ કરી ફરાર થયેલા આરોપીઓની કર્ણાટક અને મુંબઈથી કરી ધરપકડ

pratik shah

શ્રીલંકાના ત્રણ ક્રિકેટર મેચ ફિક્સિંગમાં સંડોવાયા, આઇસીસીએ શરૂ કરી તપાસ

Bansari

જોર્જ ફ્લોયડનું સમર્થન કરી રહેલા બોલિવુડ સ્ટાર્સ પર ભડક્યો અભય દેઓલ, કરણ અને પ્રિયંકાને ભણાવ્યો પાઠ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!