આતંક સામે ઇઝરાયેલે પાણી બતાવ્યું, ગાઝા પટ્ટીમાં આતંકી ઠેકાણા ધ્વસ્ત

ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ શુક્રવારે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઉગ્રવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ કાર્યવાહી ઇઝરાયેલના શહેર તેલ અવીવ પર થયેલા રોકેટ હુમલાની પ્રતિક્રિયામાં કરવામાં આવી. આ કાર્યવાહી બાદ ગાઝા અને ઇઝરાયેલની વચ્ચે હિંસા ભડકવાની આશંકા વર્તાઇ રહી છે. ગુરૂવારે રોકેટથી ઇઝરાયેલના શહેર તેલ અવીવ પર હુમલો થયો હતો. 2014 બાદ પહેલી વખત તેલ અવીવને નિશાન બનાવવામાં આવ્યું.

જો કે આ હુમલામાં કોઇ નુકસાન પહોંચ્યું નહીં. ઇઝરાયેલની મિસાઇલ ડીફેન્સ સિસ્ટમે રોકેટને રસ્તામાં જ તોડી પાડ્યા. આ હુમલા મામલે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ ઇઝરાયેલી સેનાના પ્રમુખ અને અન્ય સુરક્ષા અધિકારીઓની સાથે ઇમરજન્સી બેઠક યોજી. બેઠક બાદ તુરંત ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ દક્ષિણ અને મધ્ય ગાઝાને નિશાન બનાવ્યું. ઇઝરાયેલની સેનાએ જણાવ્યું કે તેમણે ગાઝાના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. તો બીજી તરફ  પેલેસ્ટાઇનના મીડિયાએ જાણકારી આપી કે સત્તાધારી હમાસ જૂથના નેવી મથકોને નિશાન બનાવીને ઇઝરાયેલી વિમાનોએ હુમલો કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter