ઇરાનની કૂર્દ ફોર્સની કમાન હવે બ્રિગેડીયર જનરલ ઇસ્માઇલ કાનીને સોંપવામાં આવી છે. બાવીસ વરસથી પણ વધુ સમયથી ઇસ્માઇલ કાની કાસિમ સુલેમાનીના ડેપ્યુટી રહી ચૂક્યા છે. બગદાદ એરપોર્ટ પાસે કાર પર ડ્રોન એટેકથી કાસીમ સુલેમાનીના મોત થયાના ર૪ કલાકની અંદર જ ઇરાને તેમના વારસો સંભાળવા એવા જ અમેરીકા વીરોધી નેતાને ચૂંટી લીધા છે. એ નેતા એટલે ઇસ્માઇલ કાની.

૬ર વરસના ઇસ્માઇલ કાની ૧૯૯૭થી કાસિમ સુલેમાનીના ડેપ્યુટી રહી ચૂક્યા છે. અમેરીકાના કટ્ટર વિરોધી કાની પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને પણ સુપેરે જાણે છે. કાની સામે હવે કાસિમ સુલેમાનીનો ઓરા યથાવત રાખવાનો સૌથી મોટો પડકાર છે. જનરલ સુલેમાની અને ઇસ્માઇલ કાની બંને બે દાયકાથી પણ વધુ સમય સુધી ખભેખભેથી કામ કરી ચૂક્યા છે. જનરલ સુલેમાની જ્યાં મીડલ ઇસ્ટનો મોરચો સંભાળતા હતા તો કાની પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હલચલ પર નજર રાખતા.

સીરિયામાં અફઘાની લડાકુઓ લીવા અલ ફતિમિયોની પાછળ પણ કાનીની મોટી ભૂમિકા રહી હતી. કાની અને સુલેમાની એંશીના દશકની ઇરાન અને ઇરાક વચ્ચેના યુદ્ધમાં પણ સાથે લડી ચૂક્યા છે. જો કે લોકપ્રિયતાની રીતે કાની થોડા સુલેમાનીથી ઉતરતા હતા. પરંતુ પડદા પાછળનો તેમનો રોલ હંમેશાથી મહત્વનો રહ્યો છે.

ઇસ્લામિક રીવોલ્યૂશનરી ગાર્ડ કોપ્ર્સની અંદર કાનીનુ નેટવર્ક સજ્જડબંબ હતુ. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેની સાથે પણ કાનીની નજદીકી હતી. સુલેમાનીના ડેપ્યુટી તરીકે કૂર્દ ફોર્સના તમામ ફાયનાન્સનુ કામકાજ કાની સંભાળતા હતા. હિજબુલ્લાને પણ કાની નાણાકીય સહાયથી લઇ હથિયારોની મદદ કરી ચૂક્યા છે.

અમેરિકાના રડારમાં તેઓ પહેલેથી જ હતા. ર૦૧રમાં કાનીને અમેરિકાએ સ્પેશિયલ લીસ્ટમા નાખીને તેમની ઇરાન બહારની સંપત્તિ ફ્રિજ કરી હતી. અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ઇરાન સાથેની સમજૂતી રદ્દ કરી હતી. એ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. આ તણાવની સ્થિતીમાં સુલેમાની અને કાની બંનેએ અમેરિકા વિરૂદ્ધ ઝેર ઓકવામાં કઇ બાકી નહોતુ રાખ્યુ. ર૦૧૭ના એક કાર્યક્રમાં કાનીએ કહ્યુ હતું કે ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીએ ઇસ્માઇલ ખાનીના નામના એલાનની સાથે સુલેમાનીએ શરૂ કરેલા તમામ ઓપરેશન અને આદેશોને પૂરા કરવા આહવાન આપ્યુ છે.
READ ALSO
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે