GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભારતમાં ભયનો માહોલ ઉભો કરવા ISIએ જૈશ આતંકીઓને આપી અમેરિકન M-16 રાઈફલ

Pak army

બાલાકોટ એર સ્ટ્રાઈક થયા પછી પાકિસ્તાન અને તેની જાસૂસી એજન્સી આઈએસઆઈમાં ખળભળાટ મચી ગયો છે. જેના પગલે પાકિસ્તાની સેનાએ કાશ્મીર ઘાટીમાં આંતક ફેલાવવા માટે આંતકીઓને અમેરીકન બનાવટની એમ-16 સ્નાઈપર રાઈફલ આપી છે.

એમ-16 સ્નાઈપર રાઈફલનો ઉપયોગ અમેરીકન સેના કરે છે. અમેરીકાએ એમ-16 સ્નાઈપર રાઈફલ પાકિસ્તાનની સેનાને આપી છે. પરંતુ બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સેના અને આઈએસઆઈ એ હદે બોખલાઈ ગયુ છે કે ભારત સાથે કોઈ પણ હદે બદલો લેવા માટે એમ-16 સ્નાઈપર રાઈફલ કાશ્મીર ઘાટીમાં આંતકીઓને મોટી સંખ્યામાં આપવાનું શરૂ કર્યુ છે.

શુક્રવારનાં રોજ બડગામમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશનાં 2 આતંકીએ માર્યા ગયા. જેમની પાસેથી એમ-16 સ્નાઈપર રાઈફલ મળી આવી છે. કુખ્યાત આંતકી મસૂદ અઝરના ભાણીયા પાસેથી એમ -4 રાઈફલ મળી આવી હતી.

2017માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશના કુખ્યાત આંતકી મસૂદ અઝરનો ભાણો અબુ તલ્હા રશીદ સુરક્ષા બળની સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ત્યારે તેની પાસેથી અમેરીકન સ્નાઈપર ગન એમ-4મળીઆવી હતી. અમેરીકન સ્નાઈપર ગન એમ-4 એ અમેરીકાની સેના ઘણાં સમયથી અફઘાનિસ્તાનમાં રહેલા આંતકીયોનો સફાયો કરવામાં તેનો ઉપયોગ કરતી આવી છે.

અમેરીકાએ પાકીસ્તાનને આ રાઇફલ પોતાના દેશની સુરક્ષા માટે આપી છે. પરંતુ પાકીસ્તાને આ રાઇફલ આંતકીઓને ભારત વિરુધ્ધ આંતક ફેલાવવા માટે આપી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બાલાકોટના ટ્રેઈનિંગ કેમ્પમાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાન સેનાના એસ.એસ.જી કમાન્ડોની સાથે સાથે આંતકીઓને પણ ટ્રેનિંગ આપતા હતા.

એમ 16 રાઈફલની મહત્વતા

1957માં એમ-16 રાઇફલનું નિર્માણ કરવામાં આવ્યું હતું . એક જમાનામાં એમ-16 રાઇફલની અમેરીકી સેનાના મુખ્ય હથિયારમાં ગણના થતી હતી. એમ-16 રાઇફલનું નિર્માણ રશિયાની એકે-47ને ટક્કર આપવા બનાવવામાં આવી હતી. એમ-16 રાઇફલનું અનલોડેડ વજન 3.26 કીલો હોય છે. જેમાં આ રાઇફલની મારક ક્ષમતામાં અડધો કિ.મી. સુધી પણ તેના ટારગેટને નિશાન લગાવી શકે છે. આ રાઇફલનું ફાયરીંગ 800 મીટરના એરીયાને કવર કરી શકે છે.

READ MORE:

વિયેતનામ અને અફઘાનિસ્તાનના યુધ્ધમાં અમેરીકન સેનાએ આ રાઇફલનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જ્યારે આ રાઇફલમાંથી સતત ગોળીઓ ફાયર કરવામાં આવે તો એક મિનીટમાં લગભગ 700 થી 900 રાઉન્ડ ફાયર કરી શકે છે. એમ-16 રાઇફલ અમેરીકન સેના સાથે ઘણાં વર્ષોથી જોડાયેલી છે અને ઘણી વાર આ રાઇફલ અમેરીકાની તાકાત બનીને ઊભરી આવી છે. પરંતુ એમ-16 રાઇફલ પાકિસ્તાન ખોટી રીતે કાશ્મીરમાં પોતાના મનસૂબાને પૂર્ણ કરવા આંતકીઓને આપી રહી છે.

Related posts

વિશ્વમાં ઘાતક વાયરસનો ભરડો વધ્યો, જીવલેણ મહામારીનાં ચેપગ્રસ્તોની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર

pratik shah

કાનપુર હત્યાકાંડ: પોલીસને મળી મોટી સફળતા, વિકાસ દુબેના સાગરીતે કર્યા ખુલાસા

pratik shah

20 વર્ષની યુવતીને આંખની પાછળ થયુ ટ્યુમર, આખો ડોળો જ બહાર નીકળી ગયો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!