GSTV

ISI એજન્ટના સિમકાર્ડથી થયો ખુલાસો, પાકિસ્તાની વોટ્સએપ ગ્રુપમાં 56 ભારતીય સામેલ

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં સોમવારે ધરપકડ કરાયેલા પાકિસ્તાની એજન્સીના આઈએસઆઈના એજન્ટ જિંદગી ના મિલેગી નામના વોટ્સએપ ગ્રુપનો મેંમ્બર હતો. આ વોટ્સએપ ગ્રુપ પાકિસ્તાનના આઈએસઆઈ હૈંડલર્સ મેનેઝ કરતા હતા. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ ગ્રુપમાં કુલ 56 ભારતીય નાગરિકો પણ જોડાયેલા હતા.

કાશી વિશ્વનાથ મંદિર, જ્ઞાનવાપી મસ્જિદ, સંકટમોચન મંદિર, કેંટ રેલ્વે સ્ટેશન, દશાશ્વમેધ ઘાટ, માલવીય પુલ, કેંટ અને એયરફોર્સ સાથે જોડાયેલા વીડિયો અને તસ્વીરોને આઈએસઆઈને મોકલવાનો આરોપમાં મોહમ્મદ રશીદની ધરપકડ કરવામાં આવી છે.23 વર્ષના રશીદને યુપી એંટી-ટેરરિસ્ટ સ્કવોડને મિલિટરી ઈંટેલિજેંસ સાથે સંયુક્ત ઓપરેશન કરી ધરપકડ કરવામાં આવ્યા હતા. આ શખ્સ પાસેથી મળેલું પાકિસ્તાની સીમકાર્ડની તપાસ થઈ રહી છે. જે નંબરનો ઉપયોગ પાકિસ્તાનમાં વાતચીત કરવા માટે થતી હતી.

આ અંગે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, હજી સુધી કોઈ પણ પ્રકારના ડેટા રિકવર કરવામાં આવ્યા નથી. પણ આ વોટ્સએપ ગ્રુપમાં 56 ભારતીય લોકો પણ જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. અમે તેની ડિટેલ રાજ્યો સાથે શેર કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

સુરેન્દ્રનગર/ સોમાભાઈ પટેલની કાર સાથે બાઈક અથડાયું, બાઈક ચાલકને થઈ ગંભીર ઈજાઓ

Pravin Makwana

ઝટકો/ ટાટા મોટર્સની કાર અને પેસેન્જર વ્હિકલ થયા આજથી મોંઘા, 26,000 રૂપિયા સુધી વધી ગઈ કિંમતો

Karan

રાજકોટના સાંસદ મોહન કુંડારીયાને થયો કોરોના, અમદાવાદની હોસ્પિટલમાં કરાયા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!