GSTV
Home » News » ‘ફિરંગી’ની અભિનેત્રીએ ચુપચાપ કર્યા આ અભિનેતા સાથે લગ્ન, જુઓ તસવીરો

‘ફિરંગી’ની અભિનેત્રીએ ચુપચાપ કર્યા આ અભિનેતા સાથે લગ્ન, જુઓ તસવીરો

હાલ કપિલ શર્મા 1 ડિસેમ્બરના રોજ રીલીઝ થનારી પોતાની ફિલ્મ ‘ફિરંગી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ઇશિતા દત્તા પણ જોવા મળશે. ફિલ્મને રીલીઝ થવામાં ગણતરીના દિવસો બાકી છે, તેવામાં ફિલ્મની અભિનેત્રીએ અચાનક જ લગ્ન કરી લીધાં છે.

Vatsal & I got married today in small and a private ceremony… Need all your love and blessings 🙏🏼

A post shared by Ishita Dutta (@ishidutta) on

મંગળવારે ઇશિતા, અભિનેતા વત્સલ શેઠ સાથે લગ્નના બંધનમાં જોડાઇ છે. નવયુગલે મુંબઇના ઇસ્કોન મંદિરમાં સાત ફેરા લીધાં. લગ્નમાં ઇશિતા અને વત્સલના નજીકના લોકોએ જ હાજરી આપી હતી. જો કે કપિલ શર્માની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

 

અભિનેત્રી તનુશ્રી દત્તાની નાની બહેન છે અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’માં તે અજયની પુત્રીની ભૂમિકા નિભાવી ચુકી છે.

 

વત્સલ અને ઇશિતાના લગ્નમાં અજય દેવગણે કાજોલ, તનુજા અને તનીષા સાથે હાજરી આપી હતી. બોબી દેઓલ, સોહેલ ખાન, ડાયરેક્ટર અપૂર્વ લખિયાએ પણ લગ્નમાં હાજરી આપી હતી.

Related posts

હાલાતનો શિકાર બન્યો કાર્તિક આર્યન, પતિ, પત્નિ ઔર વો સાથે પહેલુ પોસ્ટર થયુ રીલિઝ

Kaushik Bavishi

લો હવે તો જન્મ-મરણના દાખલામાં પણ લાંચ આપવી પડશે, મનપાના કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

Nilesh Jethva

પરિક્ષાઓ રદ્દ થતા વિદ્યાર્થીઓએ ફુગ્ગા, સિંગ-દાળિયા અને પાણીની બોટલો વહેંચી વિરોધ નોંધાવ્યો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!