GSTV
Gujarat Government Advertisement

ભારતના સૌથી નબળા બેટ્સમેને કહ્યું, ‘મારા એક છગ્ગા પર કેપ્ટન કુલ ધોની આ પ્લેયર પર ખૂબ જ બગડ્યો હતો’

ધોની

Last Updated on April 21, 2020 by Karan

ઈન્ડિયન ટીમના કેપ્ટન કુલ તરીકે ધોની ખૂબજ જાણીતો છે. ધોની મેદાન બહાર પર ડ્રેસિંગરુમમાં ખેલાડીઓને સતત હસાવતો રહે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બહુ ઓછા પ્રસંગોએ મેદાન પર ગુસ્સે થતો જોયો હશે. ભારતીય બોલર ઇશાંત શર્માએ ગયા વર્ષે આઈપીએલમાં એક નિવેદન આપ્યું હતું, જ્યારે ઇશાંતની ભૂક્કા કાઢી નાંખતી સિક્સરોથી નારાજ મહેન્દ્રસિંહ ધોનીએ તેની જ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા પર ગુસ્સે ભરાયો હતો.

1 ઓવરમાં દસ રન બનાવ્યા

લાઇવ વીડિયો ચેટ દરમિયાન ઇશાંત શર્માએ કહ્યું હતું કે, ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની બીજી આઈપીએલ ક્વોલિફાયર મેચ હતી આ મેચ બાબતે કહ્યું કે, આ મેચમાં મેં ધોનીને ગુસ્સો કરતા જોયો હતો. મેં રવિન્દ્ર જાડેજાની એક ઓવરમાં 10 રન બનાવ્યા હતા તે પછી ધોની જાડેજા પર બગડ્યો હતો.

તું ક્યારેય સિક્સ નહીં ફટકારી શકે

ઇશાંત શર્માએ કહ્યું કે જાડેજાના બોલ પર સિક્સર પૂર્વે ધોની મને સ્લેજિંગ કરી રહ્યો હતો અને કહ્યું હતું કે હું ક્યારેય સિક્સર નહીં મારી શકું. તે પછી મેં જાડેજાના બોલ પર પહેલા સિક્સર ફટકારી હતી. ત્યારબાદ ચોક્કો ફટકારીને મેં ધોની તરફ જોયું અને તે જાડેજા તરફ ગુસ્સે ભરાયો હતો. આ મેચમાં દિલ્હીએ 20 ઓવરમાં 147 રન બનાવ્યા, જેના જવાબમાં ચેન્નાઈએ 19 ઓવરમાં મેચ જીતી લીધી હતી. 2019 ની આઈપીએલની ફાઈનલ મેચમાં મુંબઇએ ચેન્નઈને 1 રનથી હરાવી ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે આઇપીએલ કોરોના વાયરસને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

READ ALSO

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!