GSTV

IND vs NZ: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, એક સાથે આ 3 સ્ટાર ખેલાડીઓ પ્લેઇંગ 11માંથી બહાર

ટીમ

Last Updated on December 3, 2021 by Bansari

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

પ્લેઇંગ 11માંથી 3 ભારતીય ખેલાડીઓ બહાર

BCCI ચીફ જય શાહે બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું કે ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઈજાના કારણે મુંબઈ ટેસ્ટની ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયા છે.

કાનપુર ટેસ્ટમાં થઇ હતી ઈજા

કાનપુર ટેસ્ટના 5માં દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માના ડાબા હાથની નાની આંગળી ખસી ગઈ, જેના પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથની ઈજા થઈ હતી. જ્યાં સોજો હતો ત્યાં તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું, તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી. અજિંક્ય રહાણે ડાબા હાથની ઇજાથી પરેશાન છે. છેલ્લી ટેસ્ટના છેલ્લા દિવસે તેને પરેશાની મહેસૂસ થઇ હતી.

બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકેટમેન), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

ટીમ

ન્યુઝીલેન્ડની ટીમમાં વાગ્નેરના સમાવેશની શક્યતા

વિલિયમસનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમે કાનપુરમાં રમાયેલી ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિનરોને ઉતાર્યા હતા. જોકે તેમાં તેમને ખાસ સફળતા મળી નહતી. અલબત્ત, એજાઝ પટેલ અને રાચીન રવિન્દ્રએ લડાયક બેટીંગ કરતાં મેચને ડ્રોમાં ખેંચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ન્યુઝીલેન્ડની ટીમ સોમરવિલેને પડતો મૂકીને વાગ્નેરને તક આપી શકે છે. જોકે આ સિવાય વિલિયમસન અને કોચ ગેરી સ્ટેડ ટીમ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા દેખાતી નથી.

વરસાદના કારણે પીચ ફાસ્ટરોને યારી આપે તેવી સંભાવના

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ છવાયું છે. જેના કારણે પીચની તૈયારીમાં મુશ્કેલી આવી રહી છે. પરિસ્થિતિ પણ ફાસ્ટરોને અનુકૂળ છે. આવી પરિસ્થિતિમાં ભારત પણ ફાસ્ટરો પર ભાર મૂકે તેવી શક્યતા છે.

Read Also

Related posts

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

GSTV Web Desk

Australian Open 2022 : એશલે બાર્ટી બની ચેમ્પિયન, ત્રીજુ ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!