GSTV
Home » News » Video: ભારતીય ટીમના આ બે ખેલાડીઓ વચ્ચે થઇ ‘તૂતૂ-મેમે’, પછી થઇ જોવા જેવી

Video: ભારતીય ટીમના આ બે ખેલાડીઓ વચ્ચે થઇ ‘તૂતૂ-મેમે’, પછી થઇ જોવા જેવી

ઓસ્ટ્રેલિયા સામે બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ભારતના ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ગરમાગરમી થતી જોવા મળી. ઇશાંત શર્મા અને જાડેજા વચ્ચે બોલાચાલી એટલી વધી ગઇ કે મોહમ્મદ શમી સહિત અન્ય બે સાથી ખેલાડીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રીકી પોન્ટિંગે કહ્યું કે, કંઇક તો થઇ રહ્યું છે, વાંરવાર આંગળી ઉગામાવાઇ રહી હતી. તેમને બે વખત અલગ કરવામાં આવ્યા.

ઇશાંત પહેલી બે ટેસ્ટમાં રમ્યો જ્યારે જાડેજા ફક્ત ડ્રિંક્સ ડ્યુટી પર હતો અને ક્ષેત્રરક્ષણ દરમિયાન સબસ્ટીટ્યુટ તરીકે આવ્યો હચો. ભારતે ચાર ફાસ્ટ બોલર્સને ઉતાર્યા જેના કારણે જાડેજાને ટીમમાં સામેલ કરવામાં ન આવ્યો. તેવામાં ભારતીય કેપ્ટન કોહલીએ જણાવ્યું કે પિચને જોતા અને ટીમમાં ચાર બોલર્સના રહેતાં તેમણે રવિન્દ્ર જાડેજાની પસંદગી પર વિચાર ન કર્યો.

ઓસ્ટ્રેલિયાએ પોતાના બોલર્સે શાનદાર પ્રદર્શનના દમ પર અહી પર્થ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે દુનિયાની નંબર-1 ટેસ્ટ ટીમ ભારતને 146 રને હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.
જ્યાં એક તરફ પિચને ફાસ્ટ બોલર્સને અનુકુળ માનવામાં આવી રહી હતી, તેવામાં યજમાન ટીમના ઑફ સ્પિનર નાથન લિયોને મેચમાં કુલ 8 વિકેટ પોતાના નામે કરી અને તેને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર મળ્યો.

કોહલીએ મેચ બાદ કહ્યું કે, પિચને જોતા અમે પોતાના ચાર ફાસ્ટ બોલર્સના સારા પ્રદર્શનની આશા હતી તેથી જાડેજાની પસંદગી પર વિચાર જ ન કર્યો. જ્યારે અમે પહેલીવાર પિચ જોઇ ત્યારે અમને લાગ્યું કે ફાસ્ટ બોલર્સ પૂરતાં છે. પરંતુ લિયોને આ વિકેટ પર શ્રેષ્ઠ બોલીંગ કરી. જો અશ્વિન ફિટ હોત તો અમે તેના નામ પર વિચાર કરી શક્યા હોત. તેમણે કહ્યું કે, પ્રામાણિકતાથી કહું તો અમે ક્યારે સ્પિન વિકલ્પ વિશે વિચાર્યુ જ ન હતું.

ભારતીય કેપ્ટન હાર થઇ હોવા છતાં ટીમની સાથે સાથે પોતાના બોલર્સની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમે કેટલાંક હિસ્સામાં સારુ પ્રદર્શન કરી રહ્યાં હતાં અને આ વાતથી શીખ લઇને અમે મેલબર્નમાં આગામી મેચ માટે ઉતરીશું. અમારા બોલર્સે જે રીતે પ્રદર્શન કર્યુ તે ખરેખર પ્રશંસનીય છે. ખાસ કરીને બીજી ઇનિંગમાં અમારા બોલર્સનું પ્રદર્શન સારુ રહ્યું.

જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પર્થ ટેસ્ટ 146 રને જીતી લીધી છે. ભારતીય ટીમ 287 રનના ટાર્ગેટનો પીછો કરતાં પાંચમા દિવસે લંચ પહેલાં જ 140 રને સમેટાઇ ગઇ હતી. આ જીત સાથે જ યજમાન ટીમ સીરીઝ 1-1થી સરભર કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. ભારતે એડિલેડ ટેસ્ટ 31 રને જીતી હતી.

Read Also

Related posts

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur

ગુજરાતીઓ ટેક્સ ભરવામાં અવ્વલ, મોદી સરકાર એમ જ નથી કરતી વખાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!