GSTV

MIના ઇશાને ઝંઝાવાત સર્જ્યો, પોલાર્ડે સાથ આપ્યો અને મેચ ટાઈ, રસાકસી બાદ RCB જીત્યું

Last Updated on September 29, 2020 by pratik shah

ઇન્ડિયન પ્રીમિયર લીગ તેના રોમાંચક મુકાબલા માટે જાણીતી છે અને છેલ્લા બે દિવસથી ભારતના યુવાન તથા ઉભરતાં બેટ્સમેન તેમની કમાલ દાખવી રહ્યા છે. સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી મેચ આમ તો ઇશાન કિશનની જ રહી હતી. તેણે જ સાવ અશક્ય લાગતા ટારગેટને શક્ય બનાવી દીધો હતો અને છેલ્લે ટારગેટને સ્પર્શ તો કરી જ લીધો હતો

MI Ishan Kishan

ચાર ઓવરમાં 80 રનની જરૂર હોય ત્યારે એમ જ લાગે કે આ શક્ય નથી અને ટીમ હારી જશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની મેચમાં આમ જ બન્યું. મુંબઈને ચાર ઓવરમાં 80 રનની જરૂર હતી અને પરિણામ લગભગ નક્કી જ હતું કે બેંગલોરની ટીમ જીતી જશે પણ કેઇરોન પોલાર્ડ અને ઇશાન કિશને અહીંથી ઝંઝાવાતનો પ્રારંભ કર્યો અને તેઓ ટારગેટની લગોલગ પહોંચી ગયા પરંતુ ટારગેટ વટાવી શક્યા નહીં.

આઇપીએલમાં વર્તમાન સિઝનમાં એક જ સપ્તાહમાં બીજી મેચ ટાઈમાં પરિણમી હતી જેને અંતે સુપર ઓવરમાં બેંગલોરનો વિજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં  20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રનનો પ્રભાવશાળી સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં MIએ 20 ઓવરને અંતે પાંચ વિકેટે 201 રન કર્યા હતા. આમ સ્કોર સરભર રહ્યો અને મેચ ટાઈમાં પરિણમી હતી. પરિણામ લાવવા માટે સુપર ઓવરની મદદ લેવાઈ જેમાં મુંબઈ માત્ર સાત રન કરી શક્યું જોકે જસપ્રિત બુમરાહે લડાયક ઓવર ફેંકી અને બેંગલોરને આઠ રન કરવા માટે છેક છેલ્લા બોલ સુધી રમવું પડ્યું હતું.

પોલાર્ડે બાજી પલટી નાખી હતી

ટી20 ક્રિકેટની આ જ મજા છે. અહીં તમામ અશક્ય બાબત શક્ય બની શકે છે અને જ્યાં સાવ શક્ય જણાતું હોય ત્યાં કામ થતું નથી. મુંબઈની બેટિંગ ચાલી રહી હતી અને તેમને જીતવા માટે 202 રન કરવાના હતા. 15 ઓવર બાદ ટીમને પાંચ ઓવરમાં 90 અને પછી ચાર ઓવરમાં 80 રન કરવાના આવ્યા ત્યાં સુધી બેંગલોરના આસાન વિજયની અટકળ થતી હતી.

અહીથી બાજી પલટાઈ હતી. એડમ ઝમ્પાની બોલિંગમાં પોલાર્ડે એક ઓવરમાં 27 રન ફટકારી દીધા. સામે છેડેથી ઇશાન કિશનનો પણ તેને પૂરો સહકાર મળતો હતો. હકીકતમા કિશનને કારણે જ આ આક્રમક કેરેબિયન બેટસમેનમાં હિંમત આવી હતી. 17મી ઓવરમાં પોલાર્ડ અને કિશને મળીને ચહલની બોલિંગમાં 22 રન ફટકારી દીધા. આમ બે ઓવરમાં 49 રન આવ્યા બાદ મેચ રોમાંચક બની ગઈ હતી અને હવે આ મેચ નિરસ નહીં રહે તેની ખાતરી થઈ ગઈ હતી.

છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી અને છેલ્લી ઓવરના પાંચમા બોલે ઉસુરુ ઉદાનાએ કિશનને આઉટ કર્યો તે વખતે મેચમાં ત્રીજા પરિણામની શક્યતા ફૂટી નીકળી હતી કે આ મેચ ટાઈ પણ થઈ શકે છે. અંતે છેલ્લા બોલે પોલાર્ડે ચાર રન ફટકાર્યા અને મેચ ટાઈ પડી.

સુપર ઓવરમાં શું થયું…..

મુંબઈ ઇન્ડિયન્સ

પ્રથમ બોલસૈની-પોલાર્ડ1 રન
બીજો બોલસૈની-હાર્દિક1 રન
ત્રીજો બોલસૈની-પોલાર્ડ0 રન
ચોથો બોલસૈની-પોલાર્ડ4 રન
પાંચમો બોલસૈની-પોલાર્ડઆઉટ
છઠ્ઠો બોલસૈની-હાર્દિક1 બાય
કુલ રન7 રન

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

પ્રથમ બોલબુમરાહ-ડી વિલિયર્સ1 રન
બીજો બોલબુમરાહ-કોહલી1 રન
ત્રીજો બોલબુમરાહ-ડી વિલિયર્સ0 રન
ચોથો બોલબુમરાહ-ડી વિલિયર્સ4 રન
પાંચમો બોલબુમરાહ-ડી વિલિયર્સ1 રન
છઠ્ઠો બોલબુમરાહ-કોહલી4 રન
કુલ રન11 રન

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ફોન યુઝર્સને જાગરૂક કરવા વાળી ખબર/ કરોડોમાં વેચવામાં આવી રહી છે તમારી લોકેશન, અહીં જાણો સમગ્ર ડીટેલ

Damini Patel

Beauty Tips : નેલ કલર રીમુવર થઈ ગયું છે ખતમ, તો આ ટીપ્સને અનુસરી નેલ પોલીશ કરો સાફ

Vishvesh Dave

મિરાજ વિમાનના ટાયર ચોરી કરનારા ચોર ઝડપાયા, તપાસ થતાં કહ્યું- અમને એમ કે આ ટ્રકના ટાયર છે, તેથી લઈ ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!