GSTV

બાળપણમાં શાહિદની નકલ કરતો હતો ઇશાન, આજે પણ શાહિદને ગુરુ માને છે

Last Updated on July 14, 2018 by

કરણ જોહરની ધડક ફિલ્મથી કારકિર્દીનો આરંભ કરી રહેલા અભિનેતા ઇશાન ખટ્ટરે કહ્યું હતું કે હું બાળપણથી શાહિદ કપૂરની નકલ કરતો રહ્યો હતો. શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટર ઓરમાન ભાઇઓ છે અને બંને વચ્ચે સારો મનમેળ છે.

ઇશાને કહ્યું કે આજે પણ હું શાહિદને મારો ગુરુ સમજું છું. હું એકલવ્યની જેમ એની નકલ કરતો હતો. આજે શાહિદ ટોચનો અભિનેતા છે અને હું અભિનેતા તરીકે મારી કારકિર્દી શરૂ કરી રહ્યો છું.

ઇશાન પોતાની પહેલી ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂર સાથે ફિલ્મ કરી રહ્યો છે. સિનિયર અભિનેતા આશુતોષ રાણાએ આ બંને નવોદિતોના ઉત્સાહ અને મહેનતને બિરદાવ્યાં હતાં. મરાઠી ભાષાની સુપરહિટ નીવડેલી ફિલ્મ સૈરાટની રિમેક તરીકે ધડક ફિલ્મ બનાવવામાં આવી છે. એનું ટ્રેલર જોયા બાદ શાહિદે ઇશાનના અભિનયને બિરદાવ્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી. બંનેની માતા નીલિમા અઝીમ પણ પોતાના સમયની અભિનેત્રી રહી ચૂકી છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો, ધડક 20 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં, ઇશાન એક નિર્દોષ યુવાન છોકરાના પાત્ર ભજવે છે. ફિલ્મમાં ઇશાન અને જહાનવીનું કામ ખૂબ પ્રશંસા લાયક છે.

Related posts

સ્લીવલેસ ડ્રેસમાં ક્યૂટ દેખાતી શમિતાએ લૂંટી લોકોની વાહવાહી, બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટની બહાર ચડી કેમેરાની નજરે

Zainul Ansari

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!