ઇશા કી શાદી: જયમાલાથી લઇને કન્યાદાન સુધી, જુઓ ગ્રાન્ડ વેડિંગના Inside Photos

ઉદયપુરમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન બાદ બુધવારે મુંબઇ ખાતે ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન યોજાયા હતા.અનિલ અંબાણીની ડાર્લિગ ડોટર ઇશાના લગ્નમાં બોલિવૂડના ઓલ મોસ્ટ બધા જ સ્ટાર હાજર રહ્યા હતા.તો સાથે જાણીતા નેતાઓ પણ ઇશા અને આંનદના રોયલ વેડિંગમાં હાજરી આપી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રિના ચેરમેન મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઈ છે.ઇશા અંબાણી અને આનંદ પિરામલે બુધવારે હિન્દુ ગુજરાતી રિત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.

તેમના લગ્નની કેટલીક તસ્વીરો અને વીડિયોઝ ઇન્ટરનેટ પર ફરતી થયા છે.રેડ, વ્હાઇડ એન્ડ સિલ્વર કલરના ડિઝાઇનર લહેંગામાં દુલ્હનના લુકમાં ઇશા ઘણી બ્યૂટિફુલ લાગી રહી હતી.તો ઇશા અને આનંદ કલર કોર્ડિનેટડ આઉટફિટમાં જોવા મળ્યા.

સૌથી પહેલા વાત કરીએ આનંદ પિરામલની જાનની..તો અલગ અલગ ટ્રેડિશનલ ફોર્મના ડાન્સર્સની પાછળ પિરામલ પરિવારના જાનૈયાઓ નાચતા ગાતા એન્ટિલિયાના દરવાજે પહોંચ્યા હતા.

તો જાનૈયાની પાછળ વિન્ટેજ કારનો કાફલો જોવા મળ્યો.જેમા રોલ્સ રોયસની વિન્ટેજ કારમાં દુલ્હેરાજા આનંદ સવાર હતો.જો કે, તેણે કુશનથી પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

તો બીજી તરફ અંબાણી પરિવાર જાનના સ્વાગત માટે સજીધજીને તૈયાર ઉભેલો જોવા મળ્યો.ઈશાના પિતા મુકેશ અંબાણી, કાકા અનિલ અંબાણી, બન્ને ભાઈઓ અનંત અને આકાશ પણ ઘરના આંગણે જાનૈયાના સ્વાગત માટે પહોંચ્યા હતા.અને આ સમયે સામાન્ય લગ્નમાં જોવા મળે તેઓ હર્ષલ્લોસનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યાર બાદ અનંત-આકાશ અને શ્લોકા-રાધિકા સાથે મળીને ઈશાને લગ્નના મંડપ સુધી લઈને પહોંચ્યા હતા. લગ્નના મંડપમાં ઈશા અને આનંદની જયમાલા વિધી સમયનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમા ઇશા અને આનંદને તેમના મિત્રોએ ઉંચા કરીને કોણ પહેલા કોને હાર પહેરાવે છે તેની કોમ્પિટિશન જોવા મળી હતી.આ સમયે અનિલ અંબાણી , મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હળવાશથી માણતા જોવા મળ્યા હતા.તો વળી કન્યાદાન સમયે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા.

ઇશા અંબાણી અને આનંદ પિરામલના આ હાઈ પ્રોફાઈલ ગુજ્જુ વેડિંગને અટેન્ડ કરવા બોલિવૂડના ઓલ મોસ્ટ બધા જ સ્ટાર્સ આવ્યા હતા.

બચ્ચન પરિવારથી લઇને કિંગખાન શાહરૂખ,આમિર ખાન વિથ વાઇફ કિરણ રાઓ, કરણ જોહર,રેખા,સચીન તેદુલકર વિથ ફૈમલી, દીપિકા,રણવીર,નિક પ્રિયંકા,રજનીકાંત, કરિના સૈફ, કરિશ્મા, શાહિદ,મીરા,ટાઇગર શ્રોફ અને દિશા સાથે બધા જ સ્ટાર્સ હાજરી આપવા આવ્યા હતા.

તો સાથે જ ભુતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી,અમેરિકન નેતા હિલેરી ક્લિન્ટ,મમતા બેનર્જી,રાજનાથ સિંહ અને બીજા જાણીતા નેતાઓ ઇશા અને આનંદને આશિર્વાદ આપવા પહોચ્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter