ઈશા અંબાણીનો ફોટોગ્રાફર છ દિવસ બાદ આવ્યો સામે, કર્યો મોટો ખુલાસો કે સિલેક્શન કેમ થયું હતુ

ઇશા અંબાણી અને આનંદ પિરામલનાં લગ્ન આ વર્ષેનાં સૌથી શાહી લગ્ન છે. મુકેશ અંબાણીએ પોતાની એકલોતી દીકરીનાં લગ્નનું ફંક્શનથી લઇને લગ્ન સુધી કરોડો રૂપિયા ખર્ચ્યા છે. આ ભવ્ય લગ્નમાં બૉલીવુડથી લઇને ઉદ્યોગ જગતની મોટી-મોટી હસ્તીઓ હાજર રહી હતી. ઇશા અને આનંદનાં લગ્ન 12 ડિસેમ્બરે એન્ટીલીયામાં થઈ. આ શાહી લગ્નની એક-એક તસવીર કર્નાટકના મશહુર ફોટોગ્રાફરે કેદ કરી છે. શાહી લગ્નના 6 દિવસ પછી આ ફોટોગ્રાફર વિવેક સિક્વેરાએ ઇશા અંબાણીનાં લગ્ન સાથે જોડાયેલી મોટી વાતનો ખુલાસો કર્યો છે.

ઇશા અંબાણી અને આનંદ પીરામલનાં લગ્નનું ફક્શન ઉદપુરમાં થયું હતું અને લગ્ન મુંબઈમાં એન્ટિલિયામાં થયા હતા. આ લગ્નના દરેક ફોટો ફોટોગ્રાફર વિવેક સિક્વેરાએ પાડ્યાં હતા. વિવેક સિક્વેરાએ વાત કરી હતી કે ‘ઇશા અંબાણીના લગ્નમાં 1.2 લાખ ફોટો ખેંચાયાં છે. આ લગ્ન માટે જૂનમાં મને એપ્રોચ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટ ઑક્ટોબરમાં સાઇન કર્યો હતો. ‘ વિવેક આગળ કહે છે ‘આ મારા માટે ખૂબ મોટી તક હતી.

મારો કારકિર્દીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વેડિંગ ફોટોશુટ હતો જેને મેં પૂરો કર્યો, એવું લાગ્યું કે હવે મારૂ સપનું પૂર્ણ થયું. જ્યારે મને આ લગ્નનાં ફોટોગ્રાફી માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો, તો કોના લગ્ન છે આ વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. વિવેકએ આગળ કહ્યું કે ‘જૂન 2018માં મને કહેવામાં આવ્યું કે ડિસેમ્બર 1 થી 15 સુધી તમારી ડેટ બ્લોક કરી લો અને તમે કરેલ કામનું સેન્પલ મોકલી આપો. અને મને બુક કરી લીધો, પરંતુ ક્લાયન્ટનું નામ શું હતું તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter