GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ઉદયપુરમાં આજથી દેશના ભવ્ય પ્રિ વેડિંગ સમારંભનો થશે પ્રારંભ, બિયોન્સ આવશે

ઈશા અંબાણી અને આનંદ પિરામલ આગામી અઠવાડિયે  12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ લગ્ન પહેલા વીકેન્ડમાં અંબાણી અને પિરામલ પરિવાર પ્રિ-વેડિંગ પાર્ટીઝનું આયોજન કરી રહ્યું છે. ઉદેપુરમાં તા.  8 અને 9 ડિસેમ્બરે અંબાણી અને પિરામલ ફેમિલી ધામધૂમથી લગ્ન પહેલાની રસમ પૂરી કરશે. અંબાણી પરિવાર આ પ્રસંગોમાં સામેલ થનારા મહેમાનોની મહેમાનગતિમાં  કોઈ કસર છોડવા નથી માંગતુ. આથી જ મહેમાનો માટે ખાસ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવાયા છે. ઉદેપુર એરપોર્ટ પર 200 જેટલા ચાર્ટર્ડ પ્લેન લેન્ડ અને ટેક ઓફ થશે. તેનું મુખ્ય કારણ અંબાણી પરિવારના લગ્ન અને રાજસ્થાનમાં ચાલતો છેલ્લા તબક્કાનો ચૂંટણી પ્રચાર છે.

અંબાણીએ આ દિવસોમાં ઉદેપુરની બધી જ ફાઈવ સ્ટાર હોટેલ્સ બુક કરાવી 

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે  ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આથી ઘણા રાજકારણીઓ પણ આ ગાળામાં ઉદેપુરની મુલાકાત લેવાના છે. અંબાણી વેડિંગ અને ચૂંટણીના કારણે 10 દિવસમાં ઉદેપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ પર 200 જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ લેન્ડ થશે. ઈશા-અંબાણી અને આનંદ પિરામલના પ્રસંગો દરમિયાન રોજના 30થી 50 એરક્રાફ્ટ લેન્ડ અને ટેક ઓફ થશે. સાધારણ દિવસોમાં ઉદેપુર મહારાણા પ્રતાપ એરપોર્ટ પર 19 જેટલા કોમર્શિયલ પ્લેન લેન્ડ થાય છે. તેની સંખ્યા હવે આગામી દિવસોમાં અનેક ગણી વધી જવાની છે. અંબાણીએ આ દિવસોમાં ઉદેપુરની બધી જ ફાઈવ સ્ટાર હોટેલ્સ બુક કરાવી દીધી છે.

આખી દુનિયામાંથી સેંકડો મહેમાનો આવે તેવી શક્યતા

ઈશા અને આનંદ પિરામલના પ્રિ-વેડિંગ ફંક્શન્સમાં આખી દુનિયામાંથી સેંકડો મહેમાનો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સેરેમનીની તૈયારી કરતી ટીમના પણ અનેક સભ્યો છે. ચર્ચા મુજબ અંબાણી પરિવારે તેમના મહેમાનોને લાવવા લઈ જવા માટે હજારો લક્ઝરી કાર બુક કરી છે. તેમાં જગુઆર, પોર્શે, મર્સિડિઝ, ઔડી અને BMWનો સમાવેશ થાય છે. ઈશા અને આનંદની લેક કોમો ખાતે સગાઈ દરમિયાન 600 મહેમાનને આમંત્રણ અપાયુ હતુ. હવે તેમના પ્રિ-વેડિંગ ફંક્શનમાં અનેક ગણા વધારે લોકો હાજરી પૂરાવે તેવી શક્યતા છે. 12 ડિસેમ્બરે ઈશા અને આનંદ લગ્નના બંધનમાં બંધાઈ જશે

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!